લોકોના મતને તમારા પર હાવી ન થવા દો : શિલ્પા શેટ્ટી
મુંબઈ: શિલ્પા શેટ્ટીના બોલિવુડ કરિયરમાં ૨૭ વર્ષ પૂરા થયા છે. ફિટનેક ફ્રિક આ એક્ટ્રેસે જીવનમાં જાેયેલા ઉતાર-ચડાવ વિશે હાલમાં જ વાત કરી છે. સોશિયલ મીડિયા પર યોગાસન કરતી એક તસવીર શેર કરીને તેણે લખ્યું છે કે, ‘મારા જીવનમાં આવેલા ઉતાર-ચડાવ પાસેથી હું એક બાબત શીખી છું અને તે છે કે સકારાત્મકતા એક એવો વિકલ્પ હોવો જાેઈએ જે આપણે દરરોજ બનાવીએ છીએ. તેણે વધુમાં ઉમેર્યું છે કે, ‘આ સાચું છે ખાસ કરીને ત્યારે જ્યારે આપણે ખરાબ અનુભવીએ છીએ. પોઝિટિવ માઈન્ડસેટ અને એટિટ્યૂડ આપણને જીતવા માટેના યુદ્ધમાં અડધા આગળ લઈ જઈ શકે છે.
નકારાત્મક વિચારો અને લોકોના મતને તમારા પર હાવી ન થવા દો. તમારે જે કરવાની જરૂર છે તે કરતા રહો, હંમેશા શ્રેષ્ઠ આપો અને તમારી જાતમાં વિશ્વાસ રાખો. જાે તે અસ્થાયી રૂપે તમારા માર્ગ પર ન જાય, તો પણ તમે ભવિષ્યમાં અનપેક્ષિત રીતે બાબતોને આકાર લેતા જાેશો, કારણ કે જીવનમાં જે કંઈ થાય છે, તે સારા માટે થાય છે’. એક્ટ્રેસ અગાઉ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેના પતિ રાજ કુંદ્રાએ એક્સ-વાઈફ કવિતા વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
શિલ્પાએ કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો જ્યારે રાજે અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે વાતચીત કરતાં ખુલાસો કર્યો હતો કે, તેની પૂર્વ પત્ની અને તેની બહેનના પૂર્વ પતિ વચ્ચે આડા સંબંધો હતો. તેણે કહ્યું હતું કે, ‘આટલા વર્ષો બાદ સત્ય બોલીને મને હળવું લાગી રહ્યું છે. મારી મમ્મીએ મારી પૂર્વ-પત્ની અને મારી બહેનના પતિને રંગેહાથ એકબીજા સાથે પકડ્યા હતા. બે પરિવાર વિખૂટો પડી રહ્યો હતો અને તેમણે બેવાર પણ વિચાર્યું નહોતું. મારા ખુલાસાથી શિલ્પા અપસેટ છે
પરંતુ સત્ય બહાર આવવું જાેઈએ. વાયરલ થયેલા જૂના આર્ટિકલ જ્યારે મેં તેને મોકલ્યા ત્યારે તેણે મને કંઈ પણ ન બોલવા માટે કહ્યું હતું. આ આર્ટિકલ શિલ્પા શેટ્ટીના બર્થ ડે બાદ વાયરલ થયા હતા. તેથી હું પણ અપસેટ હતો’, તેમ રાજ કુંદ્રાએ ઉમેર્યું હતું. શિલ્પા શેટ્ટીના પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, હાલ તે ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪ જજ કરી રહી છે. આ સિવાય તે ફિલ્મ ‘હંગામા ૨’માં જાેવા મળવાની છે.