Western Times News

Gujarati News

લોકોની નજરથી રોજેરોજ વિંધાતી રહે છે પારાવાર

પિન્કી શાહની રચનાઓ ભાવોકના મન સુધી પહોંચે છે. તેમના કામની અને સાહિત્ય સર્જનની યાત્રા ખૂબ જ લાંબી છે. તેમણે ફ્રી લાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરેલ છે. અખિલ ગુજરાત યુવા મહોત્સવ ઉપક્રમે સંગીતમાં બીજા ક્રમ પર વિજેતા બનેલ છે. આકાશવાણીમાં યુવાવાણી અંતર્ગત નાટક, ચર્ચા, પરિસંવાદ, વાર્તાપઠન અને કાવ્યપઠન કરેલ છે શ્રુતિદર્શન સંસ્થા સાથે સંગીતના પ્રોગ્રામ કરેલા છે.

સાહિત્ય સફર ઃ નમસ્કાર ગુજરાત, બોટાદ ન્યૂઝ, બનાસ બચાવો, તોફાની તાંડવ તેમજ ફૂલછાબ જેવા ન્યૂઝ પેપરમાં તેમની રચનાઓ છપાયા જ કરે છે. સ્ટોરી મિરરમાં ર૦૧૯માં શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે નોમિનેટ થયેલા. સ્ટોરી મિરરમાં ર૦૧૯માં જ્યૂરી રહી ચૂક્યા છે. અક્ષરમૈત્રી તરફથી ર૦૧૯માં ગુજરાત રાજયના શ્રેષ્ઠ ક્વયિત્રી એવોર્ડ મળેલ છે. હાલમાં અક્ષરમૈત્રી તરફથી શ્રેષ્ઠ મહિલાસર્જક એવોર્ડ માટે નિયુક્તી થયેલ છે. હિલેરિયસ નામથી ઈ મેગેઝીન ચલાવે છે.

જેના. ૧૪ અંકો રિલીઝ થઈ ચૂક્યા છે. હિલેરિયસી મેગેઝિનની નવેમ્બરથી હાર્ડ કોપી શરુ થવાની છે. અત્યાર સુધીમાં તેમના ૧૬ પુસ્તકો રિલિઝ થઈ ચૂક્યા છે.

ઘરની ચાર દીવાલને સ્ત્રી ધબકતી રાખે છે. ઘર જીવંત બને છે. સ્ત્રી ચાર દીવાલને ઘર બનાવે છે. એક સ્ત્રીની સંવેદના આ રચનામાં ઘૂંટાઈ છે. એક એકલતા એની મનોદશાનું જે ચિત્રણ થયું છે એ મનને હચમચાવી નાંખે છે. જે ઘટનાનું વર્ણન થયું છે એ ઘટના મનના ઉંડાણમાં એવી છાપ છોડે છે કે મનને વિચારોના વાવાઝોડામાં ધકેલી દે છે.

જે સ્ત્રીનું સન્માન નથી કરતા એને ઈશ્વર ક્યારેય માફ નથી કરતા. બળાત્કાર કોઈ પુરુષ કરે અને એની સઘળી પીડા ફકત સ્ત્રીને જ કેમ ભોગવવી પડે છે ? સ્ત્રીની મનોદશાનું વર્ણન કમરી જ ન શકાય. એના દર્દની કોઈ સીમા નથી હોતી. એના શરીર સાથે તો એક વાર બળાત્કાર થાય છે પણ પળે પળે એના મન સાથે એ સામાધાન કરવા મથતી રહે છે.

સમાજ અને રીતરિવાજાે એના મનને સહારો આપવાના બદલે તેની તકલીફોમાં વધારો જ કરતા રહે છે. એ ઘટના ભૂલવાના બદલે તેની પીડા ખોતરતા જ રહે છે. એનું જીવન વધુ ને વધુ કષ્ટમય બને છે. જેની સાથે બળાત્કાર થાય છે તે તેના મન અને આત્મા સાથે જ સંઘર્ષ કરતી રહેતી હોય છે. જીવનમાં થતી પીડામાંથી ઉગરવા મનને મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. બળાત્કાર શરીર સાથે થાય છે. મન અને આત્મા શુધ્ધ છે અને પવિત્ર છે. મનને નબળું ન પડવા દેવું. આવા નરાધમોને ઈશ્વરની લાઠી પડે છે ત્યારે તેમને સજા અવશ્ય મળે જ છે.

ઈશ્વરે મનને ખૂબ જ સુંદર બનાવ્યું છે. તેની સંુદરતા જાણો અને તકલીફો ભૂલી ખુશ રહેવાની કોશિશ કરતા રહેવું. આ કરવું સહેલું નથી જ. પણ એકવાત હંમેશા કહીશ કે ઈશ્વરનો સાથ હંમેશા મનમાં રાખવો. ઈશ્વરને આપણા મનમાં આપણી સાથે જ રાખવા. તે જ આપણને જીવનમાં હિંમત આપે છે.

દરેક માતા-પિતાની એટલી ફરજ તો છે જ કે તે પોતાના દીકરાને સ્ત્રીની ઈજ્જત કરતા શીખવાડે. દરેક સ્ત્રીનું સન્માન કરતા શીખવાડે. જે સ્ત્રીનું સન્માન નથી કરતા તેનો નાશ ઈશ્વર ખુદ કરે છે. એક સ્ત્રીને આપણા દેશમાં લક્ષ્મીની જેમ પૂજાય છે. દુર્ગા- સરસ્વતી અને અન્નપૂર્ણા બની જ્યારે ઘરને સજાવે ત્યારે આપણે તેનું સન્માન કરી તેને ખુશ રાખીએ. એ ખુશ રહેશે ત્યારે જ આપણું ઘર અને આપણું અસ્તિત્વ ખુશ રહેશે. જીવનને ખુશ રાખીએ અને ખુશ રહીએ.

અધૂરી રહે છે દરેક ઝંખના..
જ્યારે એ એક વ્યક્તિ નહીં
એક સ્ત્રી શરીર તરીકે એને
રૂપાંતરિત કરવામાં આવે છે
આજ સુધી સહુની આસપાસ
જીવતી અને સૌની સગવડોને
સાચવતી સ્ત્રી સહુ માટે
અસ્પૃશ્ય બની જાય છે.
એક હરતી ફરતી સજીવતાથી
ધબકતી જિંદગી લાશમાં પરિવર્તિત
થઈ જાય છે
પાષાણ બની બાકી રહેલા શ્વાસોને
કાકલુદી કરતી હોય છે.
વેરવિખેર એના વ્યક્તિત્વને
સમેટતી રહે છે
મનમાં ને મનમાં રોજ
ખોતરાતી રહે છે એ
હેવાને કર્યો બળાત્કાર
એકવાર…
લોકોની નજરથી રોજરોજ
વિધાંતી રહે છે એ પારાવાર.
ન્યાય મેળવવા પહોંચે છે એ
ન્યાયાલયમાં એક અરજદાર બની
ફરી એકવાર દોર શરું થાય છે
યાતનાનો સવાલો મહીં.
વગદાર છે શેતાનો કે
નબળી છે ન્યાયની વ્યવસ્થા !
સવાલોમાં અટવાતી રહે છે પીડિતા.
નરાધમે કરી બળજબરી એકવાર
પણ ન્યાયાલયમાં ઉતરી રહયા છે
કપડાં એના વારંવાર…
સવાલ જવાબોની જટિલ
માયાજાળમાં પિંસાયા કરે છે
રહ્યું સહ્યું આત્મ સ્મમાન
લૂંટાયા કરે છે.
રોજ નવી કરામતો
વકીલો અજમાવ્યા કરે છે.
ગુનેગારોને બચાવવા વકીલોની ફોજ
નવા નુસ્ખા કરે છે
તમાશો બની લોકો
એક સ્ત્રીની મર્યાદાને
કાયદાની આડમાં નગ્ન થતી
જાેયા કરે છે.
પિડિતા ના થાય જાય સુધી પત્થર,
એને ડામવા પ્રયત્નો થયા કરે છે.
રોજ એક પિડિતા
નરાધમના હાથે રહેસાયા કરે છે
પુલિસ, કોર્ટ અને ન્યાય પામવાના
ચક્કરમાં નારી આત્મપિડન
સુધી દોરવાયા કરે છે.
અફિસા, પ્રિયંકા કે જેસિકા
હોય એ ક્વોલિફાઈડ કે
હોય એ અશિક્ષિત.
ઉંમર હોય સાત, સત્તર કે સાડત્રીસ
નથી હોતો ફરજ એની રંજાડમાં.
કહે છે સમાજ,
સ્ત્રી સ્વતંત્ર બની…
આ છે એની દારુણ વ્યથા
હજુ આજેપણ એ
ભોગ્યા છે…
એક કલંકિત સમાજની
આ છે દારુણ વાસ્તવિકતા…
– પિન્કી મહેતા શાહ ‘દિશા’

ટૂંકુ ને ટચ –સ્ત્રી સહનશક્તિની મુરત છે, પણ જ્યારે એના અસ્તિત્વનો સવાલ આવે છે ત્યારે તે કંઈ સહન નથી કરતી. મોટામાં મોટી તકલીફ તે હસતા હસતા સહી જાય છે પણ તેના કોમળ મનને ક્યારેય જરા પણ તકલીફ ન પડે એ જાેવાની જાણવાની અને સમજવાની જરૂર આપણી છે. આપણે એના મનને જેટલું સાચવીશું એટલી જ મનની સુંદરતા જાણીશું..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.