લોકોની ભીડથી ઉભરાતું ગાંધી રોડનું કંકોત્રી બજાર સુનુ પડયું
અમદાવાદ: કોરોના વાયરસની ગાઇડલાઇનને કારણે આ વર્ષે લગ્ન વાંચ્છુકોને આશીર્વાદ આપવા માટે માત્ર ૧૦૦ લોકો જ હાજર રહી શકે છે. આને કારણે લગ્ન સાથે સંકળાયેલા લોકોનો ધંધો ઠપ્પ થઇ ગયો છે. લગ્ન કંકોત્રીના વિક્રેતા કહે છે કે ડિજિટલ યુગમાં આખરે હવે કેવી રીતે કંકોત્રીનું ચલણ ફરી માર્કેટમાં આવશે કંકોત્રીને બદલે લોકોએ ડિજિટલ આમંત્રણ શરૂ કર્યું છે જેના કારણે કંકોત્રીમાં વાંચવા મળતા ટહુકા વિસરાશે કે શું તે સવાલ થઇ રહ્યો છે.
એક સમય હતો કે ગાંધી રોડના કંકોત્રી બજારમાં લોકોની ભીડ જાેવા મળતી હતી બેસવાની પણ જગ્યા મળતી ન હતી પરંતુ હાલ આ જગ્યા માત્ર સુનકાર છે જેની પાછળનું મુખ્ય કારણે લગ્ન સમારંભમાં મુકવામાં આવેલ કાપ છે. આ અંગે કંકોત્રી કરનાર લોકોનું કહેવુ છે કે છેલ્લા ૧૦૦ વર્ષમાં કંકોત્રીના બિઝનેસમાં જેવી અસર નથી જાેવા મળી તેવી અસર હાલ જાેવા મળી છે.તેનું મુખ્ય કારણે સરકારની ગાઇડલાઇન છે.
કંકોત્રીઓના વેપારીઓનું કહેવુ છે કે ૧૦૦ માણસોની છુટ આપવામાંં આવી જેને લઇને લોકો કંકોત્રી છપાવતા નથી ગયા વર્ષે આજ સિઝનમાં લોકો ૨થી ૫ હજાર કંકોત્રી છપાવવા આવતા હતાં.શહેરના ખાડિયા અને ગાંધી રોડ પર એક બે નહીં પરંતુ ૧૫૦ જેટલી દુકાનો માત્ર લગ્ન પ્રસંગે કંકોત્રી છાપવા માટેનું કામ કરે છે. ત્યારે કોરોનાને કારણે હાલમાં આ વેપારીઓની હાલત કફોડી બની ગઇ છે.
અગાઉના વર્ષોમાં દિવાળી બાદ લગ્ન માટે કંકોત્રી છપાવવાનું કામ પુરજાેશમાં ચાલતુ હતું પરંતુ આ વર્ષે રોકન જાેવા મળી રહી નથી લોકો આવે છે અને માત્ર ૨૫-૫૦ કંકોત્રી જ છપાવે છે જે મંદિરમાં અને પોલીસમાં જ આપવાની હોય છે.કેટલાક વેપારીઓનું કહેવુ છે કે કંકોત્રીના બિઝનેસ સાથે સંકળાયેલા પણ પરિવારમાં લગ્ન હોવા છતાં કકોત્રી છપાવતા નથી.