લોકોની ભૂલ કોરોના સામે લડાઈ નબળી પાડી રહી છે

Files Photo
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનુ જાેર ઓછુ થયુ છે પણ ત્રીજી લહેરનુ જાેખમ યથાવત છે.આમ છતા લોકો હિલ સ્ટેશનો અને બીજા ટુરિસ્ટ પ્લેસ પર ગીરદી જમાવી રહ્યા છે.
દેશના જાણીતા સ્થળોએ લોકોના જમાવડાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.આ તસવીરો જાેઈને પીએમ મોદી પણ ચિંતિત થઈ ગયા છે.તસવીરોમાં જાેઈ શકાય છે કે, લોકોએ માસ્ક પણ પહેર્યા નથી.સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન પણ થઈ રહ્યુ નથી.
ગુરુવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ પ્રકારની ભૂલો કોરોના સામેની લડાઈને નબળી પાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વિલંબના કારણે ઉત્તર ભારત સહિતના રાજ્યોમાં ગરમી પડી રહી છે. બીજી તરફ કોરોનાના નિયંત્રણોમાં મુકાયેલી ઢીલના પગલે લોકોએ હિલ સ્ટેશનો તરફ ધસારો કર્યો છે.હોટલો પણ ફુલ છે અને આ સંજાેગોમાં કોરોનાનુ જાેર ફરી વધે તેવી ચિંતા સતાવી રહી છે.જેના કારણે હવે પીએમ મોદીને પણ ચેતવણી આપવી પડી છે.