Western Times News

Gujarati News

લોકોને જરૂરી વસ્તુના સંગ્રહ માટે ચીનની અપીલ

બેઈજિંગ, ચીને પોતાના નાગરિકોને દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક કરી લેવા કહ્યું છે. તે પછીથી ચીનમાં રેશનિંગ, મીઠું, ખાંડ, ખાદ્ય તેલની ખરીદીમાં ઘણો ઉછાળો જાેવા મળી રહ્યો છે. ચીનના ઘણા વિસ્તારોમાં દૈનિક જરૂરિયાતની વસ્તુઓની અછત પણ થઈ ગઈ છે. તે પછી ઘણા રાજ્યોમાં સ્થાનિક વહીવટી તંત્રએ સપ્લાય જાળવી રાખવા અને કિંમતોમાં થઈ રહેલા અસામાન્ય વધારાને ઓછો કરવા માટે ભારે ઝઝૂમવું પડી રહ્યું છે.

હકીકતમાં, ચીનના વાણિજ્ય મંત્રાલયે સોમવારે મોડી રાત્રે લોકોને કહ્યું કે, તેઓ ઈમર્જન્સીની સ્થિતિને મામલે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સ્ટોકમાં રાખે. ચીનની સરકારનું કહેવું હતું કે, કોરોનાના પ્રકોપ અને અસામાન્ય રીતે ભારે વરસાદને કારણે શાકભાજી અને અન્ય ઉત્પાદનોની કિંમતોમાં વધારાની શક્યતા છે.

જ્યારે કે, ચીનના લોકોએ સોશ્યલ મીડિયા વીવો પર ચિંતા વ્યકક્ત કરતા કહ્યું કે, તેનો સંબંધ પાડોશી દેશ તાઈવાન સાથે વધતા તણાવ સાથે પણ હોઈ શકે છે. વીવો પર એક યૂઝરે લખ્યું કે, જેવા આ સમાચાર સામે આવ્યા, મારી આસપાસના બધા વૃદ્ધ લોકો સુપરમાર્કેટમાં ખરીદી કરવા માટે દોડવા લાગ્યા.

સ્થાનિક મીડિયાએ તાજેતરમાં જ બિસ્કીટ અને ઈન્સ્ટન્ટ નૂડલ્સ, વિટામિન, રેડિયો અને ફ્લેશલાઈટ સહિત ઘરર પર સ્ટોર કરવા માટે જરૂરી વસ્તુઓની યાદી પ્રકાશિત કરી છે. લોકોમાં અફરા-તફરીને જાેતા ચીનના સરકારી મીડિયાએ સ્પષ્ટતા કરવાનું પણ શરૂ કરી દીધું છે.

ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટી સમર્થિત ન્યૂઝ પેપર ધ ઈકોનોમિક ડેઈલીએ લોકોને વધારે પડતી કલ્પનાઓ ન કરવા કહ્યું. ન્યૂઝ પેપરે કહ્યું કે, આ આદેશનો ઉદ્દેશય એ સુનિશ્ચિત કરવાનો હતો કે, જાે તેમના ક્ષેત્રમાં લોકડાઉ થાય છે તો લોકોને કોઈ વસ્તુની અછત ન પડે તો, પીપલ્સ ડેઈલીએ કહ્યું કે, મંત્રાલય દર વર્ષે આ પ્રકારની નોટિસ જારી કરે છે.

પરંતુ, આ વર્ષની શરૂઆતમાં કુદરતી આફતો, શાકભાજીની કિંમતોમાં વધારા અને તાજેતરના કોરોનાના કેસોને કારણએ તેને જલદી જારી કરવી પડી છે. સોમવારે મોડી રાત્રે મંત્રાલયે પોતાના સ્ટેટમેન્ટમાં સ્થાનિક અધિકારીઓને જરૂરી વસ્તુઓની આપૂર્તિ અને કિંમતોમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે આગ્રહ કર્યો હતો.

મંત્રાલયે એમ પણ કહ્યું કે, બધા અધિકારીઓ પોત-પોતાના ક્ષેત્રમાં આપૂર્તિ સાથે સંલગ્ન મુશ્કેલીઓને દૂર કરવા માટે કામ કરે. ચીનનું એક શહેર હાલમાં કોરોના લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યું છે. ચીન અને તાઈવાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ વધતો જઈ રહ્યો છે.

ચીનની વાયુ સેનાના ફાઈટર પ્લેન અવાર-નવાર તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. તો, શી જિનપિંગે પણ ગત મહિને તાઈવાનને શાંતિપ્રિય રીતે પોતાના દેશમાં ભેળવવાની વાત કરી હતી તે પછી તાઈવાનના પ્રેસિડન્ટ ત્સાઈ ઈન વેંગે કહ્યું હતું કે, ચીન અમારા ભાગ્યને નક્કી ન કરી શકે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, જાે ચીને હુમલો કર્યો તો એ ઘણી જ ભયાનક ઘટના હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.