લોકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ન બોલાવવાઃકમિશ્નર
પોકેટકોપ એપ્લીકેશન મારફતે વેરિફિકેશન
લોકોને દબાણ કરી પોલીસ સ્ટેશન બોલાવાતા હોવાની અનેક ફરીયાદો
(એજન્સી) અમદાવાદ, નાગરીકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ન બોલાવી ઘરે જવા સુચના આપી હતી. તેમ છતાં પોલીસ અરજદારોને પોલીસ સ્ટેશન બોલાવી જ વેરિફેકેશન કરતા હોવાનું અને ‘વહીવટ’ પતાવતા હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યુ હતુ. શહેરના નાગરીકોને અસુવિધા ન પડે એ માટે અને પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે એ માટે પોલીસે ઘર જઈ પાસપોર્ટનું વેરિફિકેશન કરશે એમ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યુ હતુ. જા કે પોલીસ ઘરે જાય તો અરજદારનું ઘરના એડ્રેસની પણ યોગ્ય ચકાસણી થાય અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો તે પણ જાણી શકાય. નાગરીકોને પાસપોર્ટના વેરિફિકેશન કરવા માટેે અમદાવાદ શહેર અને તમામ જીલ્લાઓમાં પોલીસ સ્ટેશન જવાની ફરજ પડતી હતી.
પોલીસ કર્મીઓને નાગરીકોના ઘરે જઈ પોકેટકોપ એપ્લીકેશન મારફતે વેરિફિકેશન કરવાનું હોય છે. પરંતુ ઘરે જવાની જગ્યાએ લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા. આમ, રાજ્યના મોટાભાગના જીલ્લા અને શહેરમાં પોલીસ વડાઓના ધ્યાન બહાર અરજદારોને દોડાવવામાં આવતા હતા. આમ, પોલીસ કર્મચારીઓને આ અંગે ટ્રેનિંગ પણ અપાઈ હતી. મોબાઈલ એપ્લીકેશનનું મોનિટરીંગમાં પણ એસસીઆરબીને જાણ હોવા છતાં તેઓ પણ કોઈ જ કાર્ય્વાહી કરતા નહોતા.
પોલીસને વારંવાર ઘરે જઈ અરજદારના ઘરે ધક્કા ખાવા પડતા હોવાથી પોલીસ એપ્લીકેશનમાં કામ બંધ કરી દીધું હોવાની ચર્ચા છે જ્યારે વેરિફિકેશનમાં પોલીસ સ્ટેશનમાં થતું હોવાથી જવાબદારી પીઆઈની રહે છે.
પરંતુ જે તે જગ્યાએ જઈને વેરિફિકેશન થવાના કિસ્સામાં જવાબદારી કોન્સ્ટેબલની થતી હોવાથી તેઓ એપ્લીકેશનમાં કરતા અટકતા હતા.
અગાઉ એક કિસ્સામાં પોલીસ ઘરે જઈ મહિલાને પર્સનલ સવાલો પૂછતાં આ અંગે અધિકારીઓને ફરીયાદ થઈ હતી હવે જાવાનું એ રહ્યુ કે ઘરે વેરિફેકેશનમાં આવા કિસ્સા વધ નહીં એ ઉચ્ચ અધિકારીઓએે જાવાનું રહેશે.