Western Times News

Gujarati News

લોકોને મોંઘવારીનો આંચકો સહન કરવાનો કોઈ અવકાશ બચ્યો નથીઃ ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ ડાયરેક્ટર

મુબઇ, ઝડપથી વધી રહેલી મોંઘવારીએ આરબીઆઇ અને સરકારને મોટો ઝટકો આપ્યો છે. આને નિયંત્રણમાં લાવવા માટે બંને સાથે મળીને મોટા પગલા લઈ રહ્યા છે. ફુગાવો પણ આર્થિક વિકાસ માટે ખતરો ઉભો કરી રહ્યો છે. રશિયા- યુક્રેન યુદ્ધને કારણે ફુગાવો વધ્યો છે અને મોંઘવારીનો સૌથી વધુ માર ગરીબ જનતા ભોગવી રહ્યો છે.

કોર એનાલિટીકલ ગ્રુપ, ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ ડાયરેક્ટર એ સૌમ્યજીત નિયોગીએ જણાવ્યું હતું કે, જાે તમે પિરામિડના તળિયે જુઓ તો તેમની આવકનું સ્તર ઘણું ઓછું છે. આ લોકોને મોંઘવારીનો આંચકો સહન કરવાનો કોઈ અવકાશ બચ્યો નથી.

વધતી જતી મોંઘવારીએ માત્ર ભારતમાં જ લોકોને પરેશાન કર્યા નથી, પરંતુ વિશ્વના ઘણા વિકસિત અને વિકાસશીલ દેશો મોંઘવારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને અસર થઈ છે. જેના કારણે અનેક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. હવે દેશો ઘણી વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.

ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોએ કોરોના મહામારી દરમિયાન આપવામાં આવેલા રાહત પેકેજાે પાછા ખેંચવાનું શરૂ કરી દીધું છે. તેઓ તેમની બેલેન્સ શીટ પણ ઘટાડી રહ્યા છે. બીજી તરફ સરકારો ટેક્સમાં ઘટાડો કરી રહી છે. ઘણી વસ્તુઓ પર સબસિડી વધારી રહી છે. ભારતમાં મોંઘવારીના કારણે ગરીબ લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.

ભારતમાં ઓછી આવક ધરાવતા લોકોને ખાદ્ય ચીજવસ્તુઓ અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી વધુ અસર થવાની શક્યતા છે. સીઆરઆઇએસઆઇએલ રિસર્ચે આ મહિને પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે કોરોના મહામારીની શરૂઆતથી જ શહેરોમાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે ગ્રામીણ વિસ્તારના લોકો પર પણ તેની અસર જાેવા મળી રહી છે.

સીઆરઆઇએસઆઇએલ રિસર્ચના ચીફ ઇકોનોમિસ્ટ ધરમ કીર્તિ જાેશીએ જણાવ્યું હતું કે, વધતી ખાદ્યપદાર્થોની કિંમતો અને મોંઘા ઇંધણ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ગરીબોને વધુ નુકસાન પહોંચાડશે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના સર્વે અનુસાર, સૌથી વધુ ૮૦ ટકા ગરીબોના કુલ ખર્ચમાં ખાદ્યપદાર્થો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.

સૌથી ગરીબ ૨૦ ટકા લોકોમાં પણ ઈંધણ પરનો ખર્ચ પ્રમાણમાં વધારે છે. રિટેલ ફુગાવો લાંબા સમયથી આરબીઆઇ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. એપ્રિલમાં છૂટક ફુગાવો આઠ વર્ષની ટોચે પહોંચ્યો હતો.

જથ્થાબંધ ભાવમાં પણ છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિ જાેવા મળી છે. નિષ્ણાતો કહે છે કે મોંઘવારી વધતી અટકાવવા વધુ પગલાં લેવાની જરૂર છે. આનું કારણ એ છે કે મોંઘવારીની અસરની ગણતરી કર્યા પછી, લોકોના પગારમાં કોઈ વધારો થતો નથી. કોરોનાને કારણે ગરીબ લોકો અને નિમ્ન મધ્યમ વર્ગની બચતનો મોટો હિસ્સો સારવાર પાછળ ખર્ચાઈ ચૂક્યો છે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.