લોકોને રસીકરણ કરાવવા માટે તેલના પાઉચ અપાયા,૨ લાખ લોકો લીધો લાભ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/vaccine-1024x569.jpg)
સુરત, સુરતમાં વેક્સિનેશન અંગે જાગૃત ફેલાવવા લોકોને તેલના પાઉંચનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે રસીના સેક્ન્ડ ડોઝથી વંચિત લોકોને પ્રોત્સાહિત કરવા વધુ ૫૦ હજાર પાઉંચ પાલિકાએ ફાળવ્યા છે. એક એનજીઓ તરફથી પાલિકાને સેક્ન્ડ ડોઝ લેનારને એક લીટર તેલના પાઉચ આપવામાં આવ્યા છે.
અત્યાર સુધી ૨ લાખ લોકો આ સ્કિમનો લાભ લઈ ચૂંક્યા છે. સ્કિમને મળેલા જનપ્રતિસાદના પગલે સેવાભાવી સંસ્થા દ્વારા વધુ ૫૦ હજાર પાઉંચ ફાળવવામાં આવ્યા હતા. હાલ પાલિકા પાસે હાલ ૧ લાખ ૨૫ હજાર તેલના પાઉંચનો સ્ટોક છે.
એ યાદ રહે કે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અનેક રાજયોમાં લોકોને રસીકરણ કરાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેથી કરીને નાગરિકો રસીકરણ કરે.અમદાવાદમાં પણ રસીકરણ માટે લકી ડ્રોની યોજના શરૂ કરવામાં આવી હતી.HS