લોકોને વંધ્યત્વ નિવારણની સારવારનો તણાવ વધુ સતાવતો હોય છે
શરીરમાં સૌથી અમૂલ્ય ધાતુ વીર્ય છે જે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી અને મજ્જા આ તમામની ઉત્પત્તિ બાદ શરીરમાં અલ્પમાત્રામાં ઉત્પન્ન થાય છે. આ વીર્યને ઉર્ધ્વ રાખવાથી શરીરમાં એક પ્રકારનું ઉર્જા ઉત્પન્ન થાય છે. આહારમાંથી વીર્ય ઉત્પન્ન થતા એક મહિનો લાગે છે. ૮૦ ટીપા લોહીમાંથી ૧ ટીપું વીર્ય બને છે.
વાસ્તવિક વીર્યમાં માત્ર બે થી પાંચ ટકા શુક્રકોષ હોય છે બાકીના પોષક તત્વો પ્રોટીન, વિટામીન, ડ્ઢદ્ગછ વગેરે હોય છે. વીર્ય સંગ્રહ કે વીર્ય ઉર્ધ્વગતિના અનેક ફાયદાઓ છે. રોગો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. પાછલી ઉમરમાં રોગો ઓછા થાય છે. વૃદ્ધત્વ આવતા વાર લાગે છે ટ્ઠખ્તૈહખ્ત ॅિર્ષ્ઠીજજ ધીમી પડે છે.
વીર્યમાં તત્વ હોય છે જે વૃદ્ધત્વને જલ્દી આવતા અટકાવે છે. પાચન શક્તિ સચેત રહે છે. યાદશક્તિ વધે છે. તીવ્ર એકાગ્રતા પ્રાપ્ત થાય છે. પ્રબળ આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે. વિજ્ઞાન માને છે કે વીર્ય ઉર્ધ્વગતિથી વ્યક્તિ ખુબ હકારત્મક વિચારધારા વાળો બને છે, જીવન તનાવ અને ચિંતારહિત આનંદમય બને છે.
વીર્યની ઉર્ધ્વગતિ દ્વારા વ્યક્તિ અશક્ય અને આશ્ચર્યકારી પરાક્રમો સર્જી શકે છે. બ્રહ્મચર્યનું પાલન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની પૂર્વશરત છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ૧૦ કિલોગ્રામ પોષક આહારમાંથી ૨૫૦ મીલીગ્રામ લોહી બને છે
અને ૨૫૦ મીલી લોહીમાંથી ૨૦ મિલી વીર્ય બને છે. આમ ૨૦ મીલીગ્રામ વીર્ય બનાવવા શરીરને ૧૦ કિલોગ્રામ પોષક આહારની જરૂર પડે છે. વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું લગભગ અશક્ય છે.
એક જીવનનું સર્જન કરવાની શક્તિ ધરાવતા વીર્યની અધોગતિ કોઈ રીતે યોગ્ય નથી. માત્ર પ્રજાેત્પતિના ઉમદા આશય સિવાય વીર્યનો ઉપયોગ બગાડ કરવો અજ્ઞાન છે. જે જાણે અજાણે નર્ક જેવી જિંદગી જીવવા મનુષ્યને મજબુર કરી દે છે, કેમ કે વારંવારના વીર્યસ્ખલન બાદ જાે યોગ્ય માત્રામાં પોષક આહાર લેવાય નહિ તો ધીરેધીરે શરીર નબળું પડતું જાય છે, ઘડપણ વહેલું આવે છે.
પુરુષોમાં વંધ્યત્વના સામાન્ય રીતે જાેવા મળતાં કારણો, કેવી રીતે અટકી શકે અને પુરુષ પોતાના જ શુક્રાણુ દ્વારા પિતા બની શકે. આશરે ૨૦ ટકા જેટલા વંધ્યત્વ ધરાવતાં દંપતી અજાણ્યા કારણસર વંધ્યત્વથી પીડાતાં હોવાનું જણાયું છે. ડોક્ટરને કોઇ ખામી જ નથી મળતી. આવા કિસ્સામાં જાતે પોતાને મદદ કરવાથી કોઇ નુકસાન નથી થતું.
આ માટે અહીં કેટલાક ઉપયોગી સૂચનો જણાવ્યા છે. ધૂમ્રપાન બંધ કરો, એક અભ્યાસ અનુસાર સિગારેટ પીવાથી વીર્યના જથ્થામાં ૧૫ ટકા ઘટાડો થાય છે. ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન-આઇ.વી.એફ.ના દર્દીઓના પાંચ વર્ષ સુધી કરાયેલા અભ્યાસમાં જણાવ્યા અનુસાર પતિ-પત્ની બેમાંથી એક અથવા તો બંને ધૂમ્રપાન કરતાં હોય તેવા કિસ્સામાં ગર્ભપાત થવાની ઘટનામાં વધારો નોંધાયો હતો. અન્ય એક અભ્યાસ અનુસાર, નિકોટિન વીર્યની ઇંડા મૂકવાની ક્ષમતાને અટકાવે છે.
ગરમીથી દૂર રહો- એક પણ અભ્યાસે હજી સુધી આ અંગે કોઇ ચોક્કસ સાબિતી નથી આપી. વૃષણ ૪૦ ફેરનહિટ તાપમાને રહે તે રીતે જ વૃષણ કોષની રચના હોય છે. તેથી જ તમામ નિષ્ણાતો ગરમ પાણીમાં સ્નાન કરવાની કે ચુસ્ત અંડરવેર પહેરવાનું ટાળવાની સલાહ આપે છે. આ બાબતમાં સ્વયંશિસ્ત પણ મહત્વની છે.
યોગ્ય ખોરાક લો ઃ જે પુરુષો તેમને સૂચવેલી વિટામિન-સીની માત્રાના એક તૃતીયાંશ જેટલું વિટામીન સી લે છે તેમના વીર્યને પણ નુકસાન થાય છે. અન્ય વિટામિનોની ઉણપ પણ વીર્યની ખામી માટે જવાબદાર બને છે. શક્ય હોય તો શુક્રાણુની કમીવાળા પુરુષોએ કેલ્શિયમની ગોળી લેવી જાેઇએ.
શરીર જાળવો -વધુ પડતું વજન ધરાવતા પુરુષોના વૃષણો પ્રમાણસર વજન ધરાવતા લોકોની સરખામણીએ વધુ પડતી ગરમી અનુભવે છે. ઉપરાંત તે તમામ ટેસ્ટોસ્ટેરોનને એસ્ટ્રોજનમાં બદલે છે, જેના કારણે પણ સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે. પ્રદૂષિત વસ્તુઓનો ઉપયોગ ટાળો- જંતુનાશક દવાઓ, અન્ય રસાયણો, સીસુ વગેરે જેવી ધાતુ વીર્યના ઉત્પાદનમાં ઘટાડો કરે છે.
જાે તમે આવા વાતાવરણમાં કામ કરતાં હો, તો સલામતીના સાધનો વસાવવા જાેઇએ. લોકોને વંધ્યત્વ નિવારણની સારવારનો તણાવ વધુ સતાવતો હોય છે. પરેજીમાંથી થોડો સમય વિરામ લઇ ફરીથી પ્રયત્નો કરનારાને સફળતા પણ મળી છે.
જાે કોઇ પ્રકારની સારવાર લીધા વિના બાળક ઇચ્છો તો સૌપ્રથમ પત્નીના માસિકનો સમય જાણી લો. માસિકના ૧૨થી ૧૮મા દિવસની અંદર સંભોગ કરવાથી લાભ થાય છે. ઇચ્છા થાય ત્યારે અને બને તો દિવસમાં બે-ચાર વાર સંભોગ કરો. અત્યારે નવી શોધાયેલી દવાથી અલ્પ શુક્રાણુવાળા દર્દીઓમાં શુક્રાણુની સંખ્યા વધી શકે છે
અને તેઓ પોતાના જ વીર્ય દ્વારા પિતા બની શકે છે. આયુર્વેદ મુજબ ગર્ભ ધારણ કરવું શુક્રાણુ, અંડાણુ અને ગર્ભાશયનાં આરોગ્ય પર ર્નિભર કરે છે. પુરુષ અને મહિલા બંને માટે બાળક પેદા કરવાનું આરોગ્ય શુક્ર ધાતુ અને શરીરનાં ઉત્તકો પર ર્નિભર કરે છે.
યોગ્ય ચયાપચય ક્રિયા હોવાથી અને પાચન યોગ્ય રીતે કામ કરતા પોષક પદાર્થો દ્વારા શરીરમાં તરળ પદાર્થો, રક્ત, મસલ્સ, ફૅટ, બોન મૅરો અને શુક્ર ટિશ્યૂઝ બને છે. મહિલાઓમાં માસિક સ્રાવ દરમિયાન શુક્ર ટિશ્યૂઝ અંડાણુઓનું નિર્માણ કરે છે અને પુરુષોમાં યૌન ઉત્તેજનાથી વીર્યનું નિર્માણ થાય છે. શુક્ર ધાતુનું આરોગ્ય અન્ય ટિશ્યૂઝ અને શરીરની પાચન ક્રિયાઓ પર અવલમ્બે છે. આપણી ચયાપચય એટલે કે મૅટાબોલિઝ્મને વધારવાની ત્રમ રીતો છે.
ગર્ભ ધારણમાં મુશ્કેલીઓ ઘણા શારીરિક, માનસિક અને વાતાવરણીય કારકો હોય છે કે જે પુરુષ અને મહિલાઓમાં પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે છે. અમે આપને બતાવીએ છીએ પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરનાર. આયુર્વેદ અનુસાર આ ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે.
યૌન અંગોનું આરોગ્ય-મહિલાઓમાં ગર્ભાશય અને પુરુષોમાં વીર્યનું સ્વસ્થ હોવું ગર્ભ ધારણ માટે ખૂબ જરૂરી છે. પોષણની ઉણપ, યોગ્ય પાચન ન થવું અને શરીરમાંથી ઝેરી પદાર્થોનું ન નિકળવું ગર્ભાશય તથા વીર્યનાં આરોગ્યને પ્રભાવિત કરે છે. ભાવનાત્મક જાેડાણની ઉણપ, એવી વ્યક્તિથી સેક્સ કરવું કે જેને આપ ઓછું ચાહો છો કે ભાવનાત્મક રીતે જાેડાણ નથી
અનુભવતા, તો એવામાં ગર્ભ ધારણ પ્રભાવિત થાય છે. તેનાંથી વિપરીત વધુ સેક્સ કરવાથી પણ શુક્રનું નુકસાન થાય છે અને પુસંકતા વધે છે. ઇન્ફેક્શન કે ટ્રૉમા જાે પ્રજનનનાં ઉત્તકો ઇન્ફેક્શન કે ટ્રૉમાથી ખરાબ હો, તો પણ નપુંસકતા વધે છે. સેક્સની ઇચ્છાને નિયમિત કરવી લાંબા સમય સુધી સેક્સની ઇચ્છાને રોકવાથી વીર્ય અવરુદ્ધ થાય છે કે જેથી વીર્યનો સામાન્ય પ્રવાહ અટકે છે અને કામેચ્છામાં ઉણપ આવે છે. પ્રગ્નેન્ટ હો ત્યારે તમારે આટલી વસ્તુ ના કરવી જાેઈએ- અનિયમિત આહાર, વધુ મસાલેદાર, મીઠું ધરાવતું અને પ્રિઝર્વેટિવ ભોજન ખાવાથી પિત્ત વધે છે અને વીર્યનું નાશ થાય છે.
શું છે ઇલાજ- આયુર્વેદનાં ઇલાજથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કઢાય છે અને દરેક કોશિકાને પુરતુ પોષણ મળે છે કે જેથી ગર્ભ ધારણની તકો વધી જાય છે. ગર્ભ ધારણમાં પંચકર્મ પદ્ધતિ સૌથી અસરકારક છે. પંચકર્મ, આ ક્રિયામાં ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નિકળે છે. જ્યારે શરીર ડિટૉક્સીફાઈ થાય છે, ત્યારે પાચન ક્રિયા મોટા પાયે સુધરે છે
અને દરેક કોશિકાને પોષણ મળે છે. જ્યારે વિટામિન્સ, મિનરલ્સ, વિવિધ હૉર્મોન્સ, એંઝાઇમ્સ અને ઑક્સીજન પુરતા પ્રમાણમાં આ ડિટૉક્સીફાઇડ કોશિકાઓમાં જાય છે, તો દરેક કશિકા યોગ્ય રીતે કામ કરે છે, શરીરની સ્વ-સારવાર ક્રિયા વધે છે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે અને ગર્ભ ધારણની તકો વધે છે.
એક ચિકિત્સકીય તેલની મસાજ છે કે જેનાથી વિવિધ દોષોનું સંતુલન થાય છે. આ તેલમાં ઘણી ઔષધિઓ હોય છે અને ઇલાજનાં ચિકિત્સકીય ગુણો હોય છે. આ ઇલાજમાં ચિકિત્સકીય ઘી પિવડાવવામાં આવે છે કે જેથી પેટની બીમારીઓ દૂર થાય છે અને પાચન ક્રિયા તથા શરીરનું આરોગ્ય સારૂં રહે છે.
આ ઇલાજ પાવરફુલ ઔષધિઓથી કરવામાં આવે છે અને તેનાં ઘેરી તંગદિલી દૂર થાય છે, રક્ત સંચાર વધે છે, ઝેરી પદાર્થો નિકળે છે, માંસપેશીઓનાં ઉત્તકો મજબૂત થાય છે અને કફ શરીરમાંથી બહાર નિકળે છે. આ રીતથી ઝેરી પદાર્થો પરસેવા તરીકે નિકળે છે અને દોષો દૂર થાય છે. આ મસાજ ચિકિત્સકીય ઔષધિઓ અને પાંદડાઓની હોય છે.
એંટી-વાત રોપાઓ, જેમ કે એરાંડા , અર્કા , નિરગુંડી , રસના , નારિયેળનાં પાન, લિંબુ અને કર્ક્યુમીનને હર્બલ સામગ્રી સાથે ફ્રાય કરવામાં આવે છે અને કપડાનાં પિંડમાં બાંધવામાં આવે છે.તેને ગરમ ઔષધિય તેલમાં ડુબાડવામાં આવે છે અને પછી શરીર પર મસાજ કરવામાં આવે છે.
આ વિવિધ પ્રકારનાં ગઠિયા, સ્પાૅંડિલાઇટિસ, પીઠનો દુઃખાવો તથા નરમ ઉત્તકોના સોજાને ઓછું કરવામાં અસરકારક છે. જે જગ્યાએ તેની માલિશ કરવામાં આવે છે, ત્યાં રક્તનું સંચાર યોગ્ય થાય છે અને પરેસેવો આવે છે કે જેથી બેકાર પદાર્થો શરીરમાંથી બહાર નિકળે છે. ગરમ નજાવરા ચોખા કે પકવેલા લાલ ભાતને હર્બલ કાઢા કે દૂધ સાથે રૂમાં નિચોડીને શરીર પર માલિશ કરવામાં આવે છે. આ ક્રિયા ૩૦થી ૪૦ મિનિટ સુધી કરવામાં આવે છે કે જ્યાં સુધી પરસેવો ન નિકળી જાય. જ્યારે ચોખાની ગરમી ઓછી થાય છે, ત્યારે તેને હટાવી દેવામાં આવે છે અને ગરમ તેલ લગાવવામાં આવે.
ઈચ્છા થાય ત્યારે ઉત્તેજના થઈ શકે છે અને વધુ સમય સુધી સમાગમને માણી શકાય છે. કાયમ લઈ શકાય એવો એક અનુભૂત સિદ્ધ યોગ ઃ એટલે કે શીઘ્ર સ્ખલનની તકલીફ રહેતી નથી. આ સસ્તો, સરળ અને નિર્દોષ પ્રયોગ કોઈ પણ પુરૃષ કરી શકે છે. કૌચાં, આમળાં, વિદારી કંદ, ગોખરુ, સફેદ મૂસળી, સાલમ પંજા અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, અને જાયફળ આ દસ દ્રવ્યો સરખા ભાગે લઈ તેના જેટલી જ સાકર મેળવી ચૂર્ણ બનાવી લેવું. પ્રમેહના દરદીએ સાકર નાખવી નહીં.
સવાર સાંજ આમાંથી પાંચ સાત ગ્રામ જેટલું ચૂર્ણ ગળ્યા ગરમ દૂધ સાથે લેવું. આના નિયમિત સેવનથી કામશક્તિ પણ પ્રબળ બને છે.
નિમ્નોક્ત ચૂર્ણમાં એ બધી શક્તિનો સમાવેશ થાય તેવું ઔષધ છે.આ ચૂર્ણ બનાવવા માટે સફેદ મૂસળી, વિદારી કંદ, કૌચાં બીજ, શતાવરી, જેઠીમધ, અશ્વગંધા, જાયફળ, આમળા, લીંડી પીપર, સફેદ ચંદન, લાલ ચંદન, જટામાંસી, ગળો સત્ત્વ, એલચી અને લવિંગ આ દરેક દ્રવ્યો સો સો ગ્રામ લઈ બરાબર સાફ કરી ખાંડી નાંખવું અને જે ચૂર્ણ થાય તેને કપડાથી કે ઝીણી ચાળણીથી ચાળી શીશીમાં ભરી મૂકવું.
ડાયાબિટીસ ન હોય તેવી વ્યક્તિ આમાં ચૂર્ણના વજન બરાબર ખડી સાકરનું ચૂર્ણ પણ ઉમેરી શકે. પાંચથી દસ ગ્રામ જેટલું આ ચૂર્ણ અસમાન ભાગે લીધેલા ઘી તથા મધમાં મેળવી ચાટી જવું. કફ વધારે હોય તેવી વ્યક્તિએ મધ બે ચમચી અને ઘી એક ચમચી લેવું તો પિત્ત વધારે હોય અને પાચન સારું હોય તેવી વ્યક્તિએ બે ચમચી ઘીમાં એક ચમચી મધ તથા આ ચૂર્ણ મેળવી ચાટી જવું. આ ઔષધમાં આવતા મોટા ભાગના દ્રવ્યો શુક્ર વર્ધક, શક્તિપ્રદ અને શીઘ્ર સ્ખલનને રોકનાર તથા કામેચ્છાને પ્રબળ કરે તેવા છે. પરિણીત પુરુષો માટે તો આ એક વરદાન સિદ્ધ થાય તેવું ઔષધ છે.