લોકો બીન આરોગ્યપ્રદ મીઠાઈ આરોગી જશે પછી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલ સેમ્પલનું પરિણામ
આ તો કેવી કામગીરી…. : મોડાસામાં ખાનાપૂર્તિ કામગીરી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: દર વર્ષે તહેવાર ટાણે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર મીઠાઈ અને નમકીન વેચાણ કરતા વેપારીઓ ત્યાં ત્રાટકી ખાનાપૂર્તિ કામગીરી કરતુ હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે મોડાસા,હિંમતનગર શહેર સહીત બંને જીલ્લામાં ઠેર ઠેર નકલી અને ભેળસેળ કરેલ માવાની મીઠાઈ અને અખાદ્ય તેલમાંથી બનાવેલ નમકીનનું દિવાળી પર્વમાં ધૂમ વેચાણ થાય છે અરવલ્લી-સાબરકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રએ વિવિધ ટિમ બનાવી મીઠાઈ અને નમકીન વેચાણ કરતી દુકાનોમાં રેડ કરી સેમ્પલ લેવાની કામગીરી હાથધરી છે
જેમાં કેટલીક મીઠાઇ શંકાસ્પદજણાતા તેના નમુના લઇને તપાસ માટે મોકલી આપ્યા છે. જેનો રીપોર્ટ દિવાળી બાદ આવશે ત્યારબાદ જો કોઇ દુકાનદારો રીપોર્ટમાં ભેળસેળ કે હલકી ગુણવતાનો માલ જણાશે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.ત્યાં સુધીમાં બંને જીલ્લાના લાખ્ખો લોકો બીન આરોગ્યપ્રદ મીઠાઈ આરોગી જશે તો પછી તંત્રની આ પ્રકારની કામગીરીનો કોઈ મતલબ ખરો….? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ રેડના નામે મલાઈ તારવી રહ્યા હોવાની બુમો ઉઠી છે
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દિવાળીના તહેવારમાં મિઠાઇ તેમજ દૂધ અને દૂધની બનાવટોની માંગ વધુ રહે છે. આ તકનો લાભ લેવા માટે મોડાસા શહેરના કેટલાક પ્રખ્યાત વેપારીઓ દ્વારા ભેળસેળીયા માવાની ખરીદી કરી આ માવો દૂધમાંથી બનતો હોવાની જાહેરાતો કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિવાળી પર્વ મીઠાઇ ફરસાણ સહિતની વાનગીઓ વધુ વેચાણ થાય છે.જેમાં કેટલાંક વેપારીઓ મીલાવટ કરીને હલકી ગુણવતા માલનું વેચાણ મોટા પ્રમાણ થાય છે.
ખાસ કરીને બેકરી અને માવા વાનગીઓ મોટાપ્રમાણ ભેળસેળ થતી હોય છે.ત્યારે મોડાસા શહેરમાં ગુરુવારે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના અધિકારીઓની ટીમ અને નગરપાલિકા સેનેટરી વિભાગે સંયુક્ત રીતે મીઠાઈઓની દુકાનોમાં સેમ્પલ લેવાની કામગીરી હાથધરી હતી
મોડાસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેટલી દુકાનો માંથી મીઠાઈના સેમ્પલ લીધા અંગે ફૂડ ઇન્સ્પેકટર વિજય બરંડાનો સંપર્ક કરતા તેમને તેમના ઉપરી અધિકારી બી એમ ગણાવાનો સંપર્ક કરવા જણાવ્યું હતું બીએમ ગણાવાનો ફોન પર સંપર્ક કરતા હજુ તેમની પાસે રિપોર્ટ આવ્યો ન હોવાનું જણાવ્યું હતું ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના અધિકારીઓ એક બીજાને ખો આપતા હોય કે પછી માહિતી છુપાવવા માંગતા હોય તેમ જવાબ આપવાનું ટાળ્યું હતું