લોકો હોળીની ઉજવણી માટે હવે એકત્રિત નહીં થઈ શકે
વડોદરા: દિવાળી સમયે કોરોનાની જે સ્થિતિ હતી તેના કરતા પણ વધારે ઝડપથી હાલ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ટ્ઠયો અને સ્થાનિક વહીવટી તંત્રો દ્વારા જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે.
આવામાં ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ વડોદરામાં કરેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોરોનાના જે કેસમાં વધારો થઈ રહ્યો છે તેના માટે પ્રજાને જવાબદાર ગણાવી છે અને આગામી તહેવારોને અનુલક્ષીને મહત્વની વાત કરી છે.
તેમણે ધૂળેટીની અંગે પણ કેટલાક સંકેત આપ્યા છે. જે પ્રમાણે તાજેતરમાં ચૂંટણી દરમિયાન રાજકીય માહોલ હતો.
તે અંગે તેમને પૂછવામાં આવ્યું તો, કેસની સ્થિતિ પ્રમાણે પગલા ભરવા અંગેની વાત કરીને આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે, કોરોનાની વાત કરીએ તો જેવી સ્થિતિ હોય છે, એ પ્રમાણે આપણે એડજસ્ટ થવાનો પ્રયાસ કરીએ છીએ.
ગયા વર્ષે તમે જાેયું તે પ્રમાણે માર્ચમાં જનતા કર્ફ્યૂ આવ્યું પછી લોકડાઉન લગાવવામાં આવ્યું. આ પછી રોજની જીવન જરુરિયાતને ધ્યાનમાં રાખીને પછી છૂટછાટો આપવામાં આવી હતી. તેમણે આગળ જણાવ્યું કે
“જે રીતે સ્થિતિ બદલાતી ગઈ તે પ્રમાણે ર્નિણયો લેવામાં આવતા હતા, લોકડાઉન પછી અનલોક આવ્યું ત્યારે આપણે લોકોને કહ્યું કે, માસ્ક ફરજિયાત પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને સેનિટાઈઝ કરો. આ ત્રણ બાબતો પર આપણે ખાસ ભાર મૂક્યો હતો.
દિવાળી પછી આપણે માસ્ક અંગે કડક થયા અને તેની અસર પણ જાેવા મળી. આ દરમિયાન વેક્સીન પણ આવી. આગળ તેમણે કોરોનાના કેસમાં વધારો થવા માટે લોકોને જવાબદાર ગણાવીને કહ્યું કે, કેસ કાબૂમાં આવ્યા પછી લોકો એકદમ રિલેક્સ થઈ ગયા હતા, જેના કારણે કેસમાં વધારો થયો.
તેમણે એ પણ સ્વીકાર્યું કે એક સમયે રોજના કરોડ રુપિયા જેટલો દંડ વસૂલવામાં આતો હતો પરંતુ પછી સ્થિતિ કાબૂમાં આવતા રોજનો ૧૦ લાખ દંડ ઉઘરાવાતો હતો.
હવે પરિસ્થિતિ બદલાઈ છે એટલે હવે રોજના ૨૫ લાખ જેટલા માસ્ક ના પહેરવા બદલનો દંડ વસૂલવામાં આવે છે. આશિષ ભાટિયાએ કહ્યું કે, હાલની સ્થિતિને જાેતા નહિવત ઉજવણી કરવામાં આવે જેથી કરીને લોકો ભેગા ના થાય.
તેમણે એવો પણ સંકેત આપ્યો કે ૪થી વધુ લોકોને ભેગા નહીં થવા દેવામાં આવે એટલે કે આગામી સમયમાં ધૂળેટી અંગે મહત્વનો ર્નિણય લેવામાં આવે તેવી સંભાવના ડીજીપી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.