લોક ખુલ્લુ હોય એવા જ એક્ટીવા ચોરતી ગેંગ ઝડપાઈઃ ૧૩ વાહનો કબજે!!
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અક્ટીવા ચરતી ગેંગના ચાર આરોપીઓની ે ધરપકડ કરી હતી. અને તેઓની પાસેથી ૧૧ કેસના ભેદ ઉકેલ્યા છે. તેમની પાસેથી ચોરીના ૧૩ એક્ટીવા સ્કુટર સહિત રૂા.૪.૦ર લખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓ જે એક્ટીવાનું લોક ખુલ્લુ હોય એને દોરીને આગળ લઈ જતા હોય અને ત્યારબાદ સોકેટ ખોલી નાંખીને ડાયરેક્ટ કરી નાંખતા હતા. અને ચાલુ કરીને લઈ જતા હતા. તેમણે સરખેજમાંથી ૭ સહિત અમદાવાદ શહેરમાંથી૧૧ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
અમદાવાદ જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવની સુચના બાદ એલસીબી પીઆઈ જી.એમ.પાવરા એ બાતમીદારોને કાર્યરત કર્યા હતા. મળેલી બાતમીના આધારે ધોળકા પાર્શ્વનાથ હોસ્પીટલ ત્રણ રસતા નજીક ચાર શખ્સોને બે એક્ટીવા સાથે પકડી પાડ્યા હતા.
તેમની તપાસ કરતા કુલ ૧૩ એક્ટીવાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ટીમે તેમની પાસેથી ૧૩ એક્ટીવા (કિં.આશરે રૂા.૩.પ૦ લાખ)અને ચાર મોબાઈલ ફોન મળીને કુલ રૂા.૪.૦ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ટીમ વાચમાં હતી ત્યારે બે એક્ટીવા સ્કુટર પર ચાર શખ્સો આવ્યા હતા. અને તેમને પકડી પૂછપરછ કરવામાં આવતા યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. જેથી પોલીસને તેમની પર વધારે શંકા ગઈ હતી. ત્યારબાદ તેમની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
આ વાહનો તેમણે અમદાવાદ શહરે અને જીલ્લામાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં રફીક જાદવ (ઉ.વ. ૩ર), રહે. સરખેજ), માજીદ ખોખર (ઉ.વ.ર૪,રહે.સરખેજ, યાસિન મનસુરી (ઉ.વ.ર૧) રહે. ધોળકા) અને અસ્ફાકહુસેન મનસુરી (ઉ.વ.૩૦ રહે.ધોળકાનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ પૈકી રફિક અને માજીદ એક્ટીવા જ્યાં પાર્ક કર્યુ હોય એ જગ્યાએ જઈ પહેલાં ચેક કરતા કે સ્ટીયરીંગ લોક ખુલ્લુ છે કે નહી. જેનું લોક ખુલ્લુ હોય તેવા એક્ટીવાને દોરીને લઈ જતા હતા.