લોક ફરિયાદોનું સમયસર નિરાકરણ થાય તે માટે “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન
લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા તથા જીલ્લા કક્ષાએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યુ છે.
નિવાસી અધિક કલેકટર શ્રી અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર એપ્રિલ-૨૨ માં તા.૨૭/૦૪/૨૦૨૨ના રોજ તાલુકા કક્ષાએ દરમાસના ચોથા બુધવારે યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમ સંબધિત મામલતદાર કચેરીએ યોજાનાર છે.
અરજદાર શ્રીઓએ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત તેમના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૪/૨૦૨૨ સુધીમાં સંબધિત મામલતદાર કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ છે. જેથી તેનો સમાવેશ તાલુકા કક્ષાએથી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય.
જીલ્લા કક્ષાએ દરમાસના ચોથા ગુરુવારે યોજાનાર જીલ્લા સ્વાગત કાર્યક્રમ એપ્રિલ-૨૨માં તા.૨૮/૦૪/૨૦૨૨ના રોજ કલેકટર કચેરી, જીલ્લા સેવાસદન, સુભાષબ્રીજ સર્કલ, જુના વાડજ, અમદાવાદ-૩૮૦૦૨૭ ખાતે યોજાનાર છે.
અરજદાર શ્રીઓએ જીલ્લા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત તેમના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૪/૨૦૨૨ સુધીમાં કલેકટર કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ છે. જેથી તેનો સમાવેશ જીલ્લા કક્ષાએથી જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય.