Western Times News

Gujarati News

લોક ફરિયાદોનું સમયસર નિરાકરણ થાય તે માટે 25મીએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન

તાલુકા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૫/૨૦૨૨ તથા જીલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૫/૨૦૨૨ના રોજ યોજાશે.

નિવાસી અધિક કલેકટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તાલુકા કક્ષાએ દરમાસના ચોથા બુધવારે યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમ મે-૨૦૨૨માં તા.૨૫/૦૫/૨૦૨૨ના રોજ સંબધિત મામલતદાર કચેરીએ યોજાનાર છે.

અરજદાર શ્રીઓએ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત તેમના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૫/૨૦૨૨ સુધીમાં સંબધિત મામલતદાર કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ છે. જેથી તેનો સમાવેશ તાલુકા કક્ષાએથી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય.

જીલ્લા કક્ષાએ દરમાસના ચોથા ગુરુવારે યોજાનાર જીલ્લા સ્વાગત કાર્યક્રમ મે-૨૦૨૨માં તા.૨૬/૦૫/૨૦૨૨ના રોજ કલેકટર કચેરી, જીલ્લા સેવાસદન, સુભાષબ્રીજ સર્કલ, જુના વાડજ, અમદાવાદ-૩૮૦૦૨૭ ખાતે યોજાનાર છે.

અરજદાર શ્રીઓએ જીલ્લા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત તેમના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦5/૨૦૨૨ સુધીમાં સંબધિત કલેકટર કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ છે. જેથી તેનો સમાવેશ જીલ્લા કક્ષાએથી જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.