લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાતા ૧૩ મજૂરોના મોત
મુંબઇ, મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાતા ૧૩ લોકોના મોત થયા છે. બુલઢાણાના સિંધખેડાજામાં શુક્રવારે બપોરે ૨ વાગે આ ટ્રક પલટી ખાધી હતી. ટ્રક પર ૧૬ લોકો બેઠેલા હતા. ઘટનામાં જીવીત ૩માંથી ૨ લોકોને જાલનાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની હાલત ગંભીર ગણાવવામાં આવી છે. જે હાઈવે પર આ ઘટના થઈ છે તેનું નામ હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ હાઈવે છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, હાઈવેના તાડેગામ-દસરબીડ સેક્શનથી પસાર થતી વખતે ટ્રકની સ્પીડ ખૂબ વધારે હતી અને તેના પર વજન પણ વધારે હતું. તેથી ટ્રક બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી ખાધા પછી સળિયા નીચે દબાવાના કારણે ૮ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. દરેક મૃતક ઉત્તર પ્રદેશ અને બિહારના હતા. તેઓ મજૂરીકામ માટે મહારાષ્ટ્ર આવ્યા હતા.HS