લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાં પડતાં શ્રમજીવીનું મોત થયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Smething-1024x768.jpg)
રાંચી, ઝારખંડના હજારીબાગ જિલ્લામાં કાળજુ કંપી ઉઠે તેવી એક દુર્ઘટના બની છે . હજારીબાગ જિલ્લામાં આવેલી ચિંતપૂર્ણી સ્ટીલ એન્ડ આયરન ફેકટરીમાં લોખંડ ઓગાળવા માટેની ભઠ્ઠીમાં પડી જવાથી ૩૫ વર્ષના એક શ્રમજીવી વિકાસ યાદવનુ મોત થયુ છે.
આ અકસ્માત ગઈકાલે મોડી રાતે અગિયાર વાગ્યે સર્જાયો હતો. વિકાસ યાદવ ભઠ્ઠી પર કામ કરી રહ્યો હતો અને તે સમયે અચાનક જ તે ભઠ્ઠીમાં પડી ગયો હતો. સેકંડોમાં તે ભઠ્ઠીમાં જીવતો સળગી ગયો હતો અને તેની સાથેના બીજા કર્મચારીઓ પણ તેને સળગી જતો જાેતા સિવાય કસુ કરી શક્યા નહોતા.
આ ઘટના બાદ કર્મચારીઓમાં કંપનીની સામે ભારો આક્રોશ છે અને આક્ષેપ થઈ રહ્યો છે કે, કંપનીમાં કર્મચારીઓની સુરક્ષા માટેના નિયમોનુ પાલન થતુ નથી. વિકાસ જ્યારે ભઠ્ઠી પર કામ કરી રહ્યો હતો ત્યારે ભઠ્ઠીની અંદરનુ તાપમાન ૧૫૩૮ ડિગ્રી હોવાનુ અનુમાન છે.
કારણકે લોખંડને ઓગાળવા માટે આટલા તાપમાનની જરૂર પડતી હોય છે. આપણે ૪૦ થી ૪૫ ડિગ્રી ગરમીમાં પણ શેકાઈ જવાનો અનુભવ કરતા હોઈએ છે ત્યારે ૧૫૩૮ ડિગ્રી તાપમાન ધરાવતી ભટ્ઠીમાં પડી ગયા બાદ શ્રમજીવીનુ માત્ર સેકંડોમાં જ મોત થયુ હતુ અને બીજા કર્મચારીઓ તેને બચાવવા માટે નિસહાય બની ગયા હતા.SSS