લોજપાના રોડ શોમાં અમિષા પટેલને જોવા લોકોનાં ટોળાં
ઔરંગાબાદ, બિહાર વિધાનસભાની ચૂટંણીમાં હવે ગુજરાતી બોલિવૂડ અભિનેત્રીની એન્ટ્રી થઈ છે. બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘કહોના પ્યાર હૈં’ અને ‘ગદર’માં નજરે પડેલી અભિનેત્રી અમીષા પટેલે ઔરંગાબાદના ઓબરા-દાઉદનગરમાં રોડ શો કર્યો હતો. વિધાનસભાના લોજપા ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરવા માટે અમીષા પટેલ પહોંચી હતી.
ઔરંગાબાદના ઓબરા વિધાનસભાથી લોજપા ઉમેદવાર ડૉ.પ્રકાશચંન્દ્રના ચૂંટણી પ્રચાર માટે પહોંચેલી અમીષા પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઔરંગાબાદ અને અરવલની સરહદ પર ઠાકુર બિગહામાં અમીષા પટેલનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતું. અમીષા પટેલી અહીંથી ખુલ્લી ગાડીમાં ઓબરા પ્રચાર માટે નિકળી હતી. ત્યારે અહીં અમીષાએ રોડ શો કરી પ્રકાશચંન્દ્ર પૂર્ણ બહુમત સાથે જીતાડવાની અપીલ કરી હતી.
અમીષા પટેલની એક ઝલક મેળવવા માટે લોકોએ ઠેકઠેકાણે એકઠા થયા હતા. અમીષાને જોવા માટે મહિલાઓની ખાસ્સી ભીડ એકઠી થઈ હતી. બજારમાં પણ અમીષાના સ્વાગત માટે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. લોકોમાં ફિલ્મી અભિનેત્રીને જોવાનો ખાસ્સો ઉત્સાહ હતો. ફિલ્મી અભિનેત્રી અમીષા પટેલ સોમવારે સવારે ફ્લાઈટથી પટના પહોંચી હતી. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. એરપોર્ટથી તે દાઉદનગર પહોંચી હતી, જ્યાં લોકોના ટોળેટોળા તેના સ્વાગત માટે ઉભા હતા. અહીં તેણે રોડ શો કરી ચિરાગ પાસવાનની પાર્ટીના ઉમેદવાર માટે મત માંગ્યા હતાં.SSS