લોધીકા તાલુકામાં વેક્સિનેશનની ૧૦૦ ટકા કામગીરી થઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/vaccine-1-scaled.jpg)
૬૦ વર્ષથી ઉપરના ૯૯.૯૯ લોકોએ વેક્સિન લીધી-૪૫થી ૫૯ વર્ષના ૧૦૦% લોકોએ વેકસીન લીધી, વેક્સિન માટે પ્રેરિત કરવા માટે બાળકોને કોરોના વોરિયર્સ પ્રમાણપત્ર
રાજકોટ, કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે, તેનાથી સુરક્ષિત રહેવા વધુમાં વધુ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના તથા ૬૦ વર્ષ વયના લોકો કોરોના વેકસીન લે તે દિશામાં રાજયસરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સતત પ્રયાસો કરી રહ્યા છે. લોધિકા તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ગ્રામીણજનો તથા ઔધોગિક વસાહત રાવકી, ખીરસરા, મેટોડા, હરીપર પાળ, છાપરા વિગેરેના મજુરો કોરોનાની ઝપેટમાં આવતા, કોરોના સંક્રમણ વેકસીનેશન વધુમાં વધુ થાય તે દિશામાં શું શું કરી શકાય તે દિશામાં વિચાર કરતા નવો જ વિચાર મનમાં આવ્યો.
ખાનગી તેમજ સરકારી પ્રાથમિક શાળાઓ કોરોનાના કારણે બંધ છે પરંતુ શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ ચાલુ છે. તો રસીમાં પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકો બાળકોના વાલીઓ સાથે સીધા સંપર્કમાં હોય અને અભણ – અલ્પશિક્ષિત માતા-પિતા, દાદા-દાદીને બાળકો વેકસીનના ફાયદા સમજાવે સાથો સાથ પ્રવર્તતી ગેરમાન્યતાઓ વિશે માહિતગાર કરતા ગામડાઓમાં કોરોનાની વેકસીનની ટકાવારી વધે.
આમ તારીખ ૦૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ તમામ ખાનગી સરકારી પ્રાથમિક શાળાના આચાર્યને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અધ્યક્ષ સ્થાને મિટિંગ રાખવામાં આવી. મિટિંગમાં આચાર્ય સાથે વધુમાં વધુ ગામડાઓમાં કોરોના વેકશીનેશન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી અને દરેક શિક્ષકોને ઓનલાઇન શિક્ષણ આપતી વખતે બાળકોને કોરોનાના રોગ, તેની સારવાર તથા વેકશીનના ફાયદા, વેકસીન સંબંધે ગામડાઓમાં પ્રવર્તતી ગેર માન્યતા સંબંધે માહિતગાર કરવા જણાવવામાં આવ્યુ.
વાલીઓના વોટસઅપ ગૃપમાં રાજય સરકારના આ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના વાયરસ વેકસીન સંબંધેનું લીટરેચલ, ટેમ્પલેટ, જનજાગૃતીના સાહિત્યની બનાવી બાળકો વાલીઓ સુધી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યુ અને આ માટે વ્હોટસઅપ ગૃપ બનાવી, બાળકો પોતાના દાદા-દાદી, માતા-પિતાને વેકશીનના ફાયદા જણાવતો પત્ર લખે અને આવા પત્રની આપલે કરતો ફોટો ગૃપમાં મુકવા જણાવવામાં આવ્યું,
સાથો સાથ કોરોના વેકસીન માટે પ્રેરિત કરવા બદલ બાળકોને કોરોના વોરિયર્સના પ્રમાણપત્ર આપવા નક્કી કરવામાં આવ્યુ. તેમજ દરેક ગામમાં વાલી સમિતિની મિટિંગ પણ યોજવા, ઝુંબેશરૂપે આ વેકસીનેશનની કામગીરી કરવા તમામ પ્રાથમિક શાળના આચાર્યને ભારપૂર્વક જણાવવામાં આવ્યુ.
દરેક પ્રાથમિક શાળાના આચાર્યએ અને શિક્ષકો બાળકોએ આ વેકસીન અપાવવાની કામગીરી હોંશપુર્વક, ઉત્સાહપુર્વક કરતા, ડોર ટુ ડોર, ઘર ઘર સુધી ઇન્ટરનેટ દ્વારા પ્રચાર પ્રસાર કરાવામાં આવતા, અઠવાડિયામાં ખુબ જ સારૂ પરિણામ સામે આવ્યુ. જેના પરિણામે લોધીકા તાલુકામાં ૧૦૦ ટકા વેકશીનેશનની કામગીરી થઈ છે.
સર્વે મુજબ ૪૫થી ૫૯ વર્ષના ૪૧૯૧ લોકોની વસ્તી છે જેમાંથી ૧૦૦ ટકા એટલે કે તમામ લોકોએ વેકસીન લીધી છે. સાથે જ ૬૦ વર્ષથી ઉપરના ૫૧૭૦ લોકોમાંથી ૫૧૭૯ એટલેકે ૯૯.૯૯ લોકોએ વેકસીન લીધી છે. આમ લોધીકા તાલુકાએ ગુજરાત અને રાજકોટ જિલ્લામાં પ્રથમ નંબર ઉપર છે.
આ કામગીરીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, તલાટી કમ મંત્રી, પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, મહેસુલી કર્મચારીઓની સઘત ઝુંબેશ થકી, લોધીકા તાલુકો કોરોના વેકશીનેશનમાં રાજકોટ જિલ્લામાં પ્રથમ ક્રમાંક રહેલ છે. આવા સહિયારા પ્રયાસોમાં ગામલોકો, આગેવાનોએ સહયોગ આપેલ છે તે બદલ હદયપુર્વક આભાર માનવામાં આવે છે.રોગ્ય