લોનના હપતા ભરવામાં રાહત નહીં મળે, રેપો રેટ 4% યથાવત્: RBI
નવી દિલ્હી, તહેવારની સીઝન પહેલાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ-કોન્ફરન્સ દ્વારા બેઠકનાં પરિણામો વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે રેપો રેટ ચાર ટકા યથાવત્ છે.
આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે રેપો રેટ ચાર ટકા યથાવત્ છે. ઓગસ્ટ મહિનામાં આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જોકે કેન્દ્રીય બેન્કે આ પહેલાંની બે બેઠકમાં રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. હાલ રેપો દર ચાર ટકા, રિવર્સ રેપો દર 3.35 ટકા છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ પોઝિટિવમાં આવી જશે.
તેમણે જણાવ્યું હતું કે તમામ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. હવે કોવિડ રોકવા કરતાં વધુ ફોક્સ રિવાઇવલ પર છે. તેમણે જીડીપી ગ્રોથ અનુમાન નેગેટિવમાં 9.5 ટકા રાખ્યું છે, જ્યારે નાણાં લેનાર માટે 7.5 કરોડ રૂપિયાની લોનની મંજૂરી આપવામાં આવી છે. નવી હાઉસિંગ લોન પર રિસ્કનું વેઇટેજ ઘટાડી દેવામાં આવ્યું છે, જ્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે RTGSને 24 કલાક લાગુ કરવાનો પ્રસ્તાવ છે.