Western Times News

Gujarati News

લોનના હપ્તામાં રાહત બે વર્ષ વધારી શકાય છે: કેન્દ્ર સરકાર

નવીદિલ્હી,  કોરોનાકાળમાં ખુબ લોકોને મોરાટોરિયમની સુવિધાથી રાહત મળી છે જેને એકવાર ફરીથી વધારી શકાય છે હવે આ સુવિધા બે વર્ષ માટે વધારી શકાય છે જેની માહિતી ખુદ ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં આપી છે. તેમણે કહ્યું કે લોનના વળતર પર મોરાટોરિયમની સુવિધા બે વર્ષ માટે વધારી શકાય છે તેમણે કહ્યું કે અમે વધુ મુશ્કેલવાળા સેકટર્સની ઓળખ કરવામાં લાગ્યા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ મામલાને લઇ કાલ એટલે કે બુધવારે સુનાવણી કરશે અને ત્યારબાદ પોતાનો નિર્ણય સંભળાવશે સુપ્રીમ કોર્ટમાં ખુબ સારી અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં વ્યાજ માફ કરવાની માંગ કરવામાં આવી હતી આ વ્યાજ તે ઇએમઆઇ પર લાગ્યા છે જેને કોરોના કાળમાં મોરાટોરિયમની જેમ સસ્પેંડ કરવામાં આવ્યા છે.

એ યાદ રહે કે આરબીઆઇએ બેંકને લોકડાઉનના કારણે રોજગાર છીનવવાથી લોનવાળાઓને રાહત આપવાના હેતુથી ઇએમઆઇ વસુલામાં નરમી બતાવી હતી આરબીઆઇ બેંકે તમાં બેંકોને કહ્યું બતું કે તે પોતાના ગ્રાહકોને ૩૧ ઓેગષ્ટ સુધી ઇએમઆઇ નહીં ભરવાની ઓફર આપે જાે કે આ દરમિયાન ગ્રાહકોથી સામાન્ય દરથી વ્યાજ વસુલવાની પણ મંજુરી બેંકને આપવામાં આવી હતી હવે બની શકે છે કે આ સુવિધાને સીધી બે વર્ષ માટે વધારી દેવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.