લોનની રિકવરી કરવા ગયેલા એક્સિસ બેન્કના કર્મચારીને લાકડીથી ફટકાર્યો
અમદાવાદ, બોપલમાં પર્સનલ લોનની રિકવરી કરવા ગયેલા એક્સિસ બેન્કના કર્મચારી પર બે ભાઈ અને તેમના પિતાએ લાકડીનો માર મારીને લોહીલુહાણ કરી દીધા હતા. કર્મચારીને બચાવવા પડેલ મિત્રને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગોતાના ચાણક્ય એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ દેસાઈ અને તેનો મિત્ર સાહર રબારી બન્ને એક્સિસ બેન્કની પર્સનલ લોનની રિકવરી કરવા માટે શીલજ ગામમાં રહેતા પ્રજ્ઞેશ પટેલને ત્યાં ગયા હતા. આ બાબતે પ્રજ્ઞેશ પટેલ તેના પિતા અને તેના ભાઈને લોન બાબતે જાણ કરી હતી.
આનંદે લોનની વાત કરતાં તેઓ એકદમ ઝઘડો કરવા લાગ્યા હતા. અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. દરમિયાનમાં પ્રજ્ઞેશ તથા તેનો ભાઈ બન્નેએ લાકડી લાવીને આનંદ પર હુમલો કરી દીધો હતો. મિત્ર સાહર આનંદને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ બધાએ ભેગા થઈને માર માર્યો હતો.
પ્રજ્ઞેશ તેના પિતા અને ભાઈએ આનંદ અને તેના મિત્રનો વીડિયો બનાવીને કહ્યું કે આજે તો બચી ગયા છો ફરી વાર રિકવરી કરવા આવશો તો તમે જાનથી શો તેવી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આનંદે આ અંગે બોપલ પોલીસને ાણ કર્યા બાદ તે ભાઈ અને પિતા પર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.