લોન્ગ કોવિડથી પ્રાઇવેટ પાર્ટની સાઇઝમાં પરિવર્તન
શ્રીનગર: દુનિયાભરમાં કોરોનાના એવા પણ દર્દી મળ્યા છે જેમાં રિકવર થયા બાદ લાંબા સમય સુધી લક્ષણ જાેવા મળી રહ્યાં છે. આ લક્ષણ કેટલાક સપ્તાહ સુધી કે છ મહિના સુધી દર્દીઓમાં જાેવા મળી રહ્યાં છે. આ સ્થિતિને લોન્ગ કોવિડનું નામ આપવામાં આવ્યું છે. ધ સનમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા કરવામાં આવેલી એક સ્ટડીમાં રિસર્ચરોને જાેવા મળ્યું કે લોન્ગ કોવિડના દર્દીઓના મગજ, ફેસફા અને ત્વચા સહિત ૧૦ અંગ સિસ્ટમમાં સમસ્યાઓ આવી રહી છે. આ સિવાય રિસર્ચમાં સામે આવ્યું છે કે લોન્ગ કોવિડના દર્દીઓમાં યૌન રોગ, ખંજવાળ, પીરિયડ સાઇકલમાં ફેરફાર, મૂત્રાશય પર નિયંત્રણ ગુમાવવુ, દાદર જેવી સમસ્યાઓ જાેવા મળી રહી છે. રિસર્ચરોનું કહેવું છે
કેટલાક લોન્ગ કોવિડ દર્દીઓના લિંગના આકારમાં પરિવર્તન, બગાસું ખાવું અક્ષમતા, રોવામાં મુશ્કેલી, મગજ ધુમ્મસ, મૂંઝવણ અથવા આંચકાથી આક્રમકતા સુધી, અર્લી મનોપોઝ જેવા લક્ષણો પણ જાેવા મળ્યા છે. દર્દીઓમાં જાેવા મળેલા આ લક્ષણોએ રિસર્ચરોને ચોંકાવી દીધા છે.
સ્ટડીમાં નેશનલ સ્ક્રીનિંગ પ્રોગ્રામ ચલાવવાની સલાહ આપવામાં આવી છે. તેની મદદથી તે જાણકારી મેળવી શકાય છે કે કેટલા લોકો લોન્ગ કોવિડનો સામનો કરી રહ્યો છે અને તેમાં ક્યા-ક્યા પ્રકારના લક્ષણો જાેવા મળી રહ્યાં છે. તેનાથી તે જાણકારી મળી શકશે કે તેને ક્યા પ્રકારની સારવારની જરૂર છે અને કઈ દવાઓથી કેટલા દિવસમાં સાજા થઈ જશે. યુનિવર્સિટી કોલેજ લંડનના રિસર્ચરોએ માંગ કરી છે કે લોન્ગ કોવિડના ૨૦૦થી વધુ લક્ષણોને લઈને ક્લીનિકલ ગાઇડલાઇન્સ બનાવવામાં આવે જેથી કોરોનાનો સામનો કરી રહેલા દર્દીઓની અન્ય તપાસ પણ થઈ શકે.