Western Times News

Gujarati News

લોન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા બંટી-બબલી ઝડપાયાં

સુરત, છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લોન આપવાના બહાને છેતરપિંડી આચરવાના કેસ વધી રહ્યા હતા. આ મામલે બંટી-બબલીની આખરે ધરપકડ થઈ છે. આ મામલે સુરત સાઇબર ક્રાઇમમાં સુરતના એક વ્યક્તિએ ફરિયાદ કરતાં સાઇબર ક્રાઇમની ટીમે બરોડા ખાતેથી બંનેને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં લોન લેવાના નામે ઓનલાઇન એપ્લિકેશનથી અથવા કોઈ પણ અલગ અલગ પ્રકારે લોકો સાથે છેતરપિંડીની ફરિયાદો સતત સુરત સાઇબર સેલમાં આવતી હતી.

આ દરમિયાન માલુમ પડ્યું હતું કે વડોદરા ખાતે રહેતું એક યુગલ સુરતના એક વ્યક્તિને ઋણ આપવાના નામે ઠગાઇ કરી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી. સુરતમાં રહેતા એક વ્યક્તિને એક લાખ રૂપિયાની લોનની જરૂર હોવાની હતી. આથી તેણે ફેસબુક પર એક મેસેજ મૂક્યો હતો, જેના આધારે યુગલે આ યુવકનો સંપર્ક કર્યો હતો.

આ યુગલે પહેલા આ યુવકને વિશ્વાસમાં લીધો હતો. બાદમાં વડોદરા ખાતેની ફાઇનાન્સ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી રૂ. ૧,૦૦,૦૦૦ લોન અપાવવાનું જણાવી તા. ૧૦/૦૩/૨૦૨૨ના રોજ સુરત આવીને લોનના નામે પી.ઓ.એસ. મશીનમાં ડેબીટ કાર્ડ સ્વેપ કરાવી તેઓની જાણ બહાર તેમના નામે રૂ .૫૦,૦૦૦ની લોન કરી નાણાં બારોબાર ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી.

જાેકે, આ મામલે સુરતના યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સુરત સાઇબર સેલે મિત્તલ મહેન્દ્રભાઇ હીરાલાલ પરમાર, દક્ષેશ મહેન્દ્રભાઇ હીરાલાલ પરમારની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ બંટી-બબલીની ગેંગે ભૂતકાળમાં અન્ય કોઈ લોકો સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ આરંભી છે. દારૂની હેરાફેરી કરવા માટે ખેપિયાઓ અવનવા કસબ અજમાવતા હોય છે ત્યારે સુરતમાં બે કપલો મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા.

જાેકે સુરત પોલીસે બે કપલોની ધરપકડ કરી છે. સાથે પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બાટલીઓ કુલ્લે નંગ-૨૮૦ (કુલ્લે લીટર ૯૮) જેની કુલ્લે કિ.રૂ. ૬૨,૮૦૦/- તથા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપીયા ૨૨૫૦/- તથા કારમાંથી મળી આવેલ નંબર પ્લેટ તથા બ્રેઝા કાર કિ.રૂ.૯,૦૦,૦૦૦/- ની મળી કુલ્લે કિ.રૂ.૯,૮૬,૫૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.