લોન ચાલતી હોય તે બેંકમાં જ કરંટ એકાઉન્ટ રાખવા વેપારીઓને આદેશ
RBIના પરિપત્રથી હેરાનગતિમાં વધારો થશે
(એજન્સી) સુરત, કરચોરી ડામવાની સાથે સાથે વેપારીઓ એક બેંકમાંથી લોન લીધા બાદ તને ભરવાના બદલે હાથ અધ્ધર કરી દેવાના કિસ્સામાં સતત વધારો થવાના કારણે હવે જે બેેકમાંથી લોન લીધી હશે તેેમાં જ ફરજીયાત કરંટ એકાઉન્ટ ખોલવાનો આદેશ આરબીઆઈએ કર્યો છે.
તેમજ આ માટેનો સતાવાર પરિપત્ર પણ તમામ બેકને મોકલી આપવામાં આવ્યો છે. જેથી બેક દ્વારા પણ વેપારીઓને આરબીઆઈના આદેશ પ્રમાણે કરંટ ખાતુ ખોલાવવાનું અલ્ટીમેટમ આપતા વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે. કોરોનાકાળમાં વિલફુલ ડીફોલ્ટરની સંખ્યામાં વધારો થયો છે.
એટલે કે બેકમાંથી લોન લીધા બાદ તે ભરપાઈ કરી શકવામાં સક્ષમ નહીં હોય એને વિલફુલ ડીફોલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. વિલફૂલ ડીફોલ્ટરની સંખ્યામાં ઘટાડો કરવાની સાથે સાથે બેકોએ આપેલી લોન માંડવાળ નહીં કરવી પડે. એ માટે આરબીઆઈએ નવો રસ્તો શોધી કાઢ્યો છે.
આ માટે વેપારીએ જે પણ બેકમાંથી વેપારને આગળ વધારવા માટે લોન લીધી હશે તે જ બેકમાં ફરજીયાત કરંટ ખાતુ ખોલાવવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે.
તેના કારણે વેપારીઓના ટર્નઓવરની સાથે સાથે કેટલી લોન છે એવી તમામ વિગતો બેંકોની સાથે સાથે જીએસટી અને આઈટી વિભાગને પણ ઓનલાઈન જ મળી રહેશે. જેથી વેપારી દ્વારા જ્યારે રીટર્ન ભરવામાં આવે ત્યારે કરચોરી પણ નહીં કરી શકે એવો પ્રયાસ આના થકી જ કરવામાં આવી રહ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે.