લોન પર વ્યાજની છૂટ અંગે સરકારની માર્ગદર્શિકા જાહેર

નવી દિલ્હી: નાણા મંત્રાલયે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજમાં છૂટ આપવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. કોવિડ ૧૯ના સંક્ટને કારણે ભારતીય રિઝર્વ બેંક તરફથી લોન લેનાર લોકોને હત્યા ચૂકવવામાં સમય આપવામાં આવ્યો હતો. આ માટે મોરેટોરિયમની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, લોન મોરેટોરિયમ સમયગાળો પૂર્ણ થયા બાદ બેંકોને મોરેટોરિયમ સમયગાળા દરમિયાનનું વ્યાજ મૂળ રકમમાં જોડી દીધું હતું. જે બાદમાં ગ્રાહકોએ વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. સરકારની જાહેરાત પ્રમાણે બે કરોડ રૂપિયા સુધીની લોન માટે છ મહિના સુધીની આપવામાં આવેલી છૂટ પર વ્યાજ પરના વ્યાજ અને સામાન્ય વ્યાજ પરનો તફાવત સરકાર ભોગવશે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બે કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજના વ્યાજ પર આપવામાં આવેલી છૂટનો લાભ ગ્રાહકોને ઝડપથી આપવાનો આદેશ આપ્યો હતો. જે બાદમાં સરકારે આ માટે નિર્દેશ બહાર પાડ્યા છે. નાણકીય સેવા વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશ પ્રમાણે લોન ધારકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ લાભ પહેલી માર્ચ, ૨૦૨૦થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ માટે રહેશે. જે પ્રમાણે જે લોન ધારકો પર ૨૯ ફેબ્રુઆરી સુધી બે કરોડથી વધારે ઋણ નથી, તેઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાશે. હોમ લોન, શિક્ષણ લોન, ક્રેડિટ કાર્ડ પર બાકીની રકમ, વાહન લોન, સ્જીસ્ઈ વગેરે માટે લેવામાં આવેલી લોનને વ્યાજ પર વ્યાજના છૂટનો લાભ મળશે.લોન એકાઉન્ટરમાં પૈસા પરત આવશે.
જાહેર કરવામાં આવેલા નિર્દેશ પ્રમાણે બેંકો આ માટે યોગ્ય લોન ધારકોના ખાતમાં સામાન્ય વ્યાજ અને વ્યાજ પરના વ્યાજની રકમ વચ્ચેનો તફાવત હશે એટલી રકમ તેમના લોન ખાતામાં જ જમા કરશે. આ યોજનાનો લાભ એ તમામ લોન ધારકોને મળશે જેમણે આરબીઆઈ તરફથી ૨૭મી માર્ચ, ૨૦૨૦ના રોજ જાહેર કરેલી લોન મોરેટોરિયમ સ્કિમનો આંશિક કે પૂર્ણ લાભ લીધો હતો. નાણાકીય સંસ્થાઓ લોન ધારકોના ખાતામાં પૈસા જમા કરાવીને ચૂકવણી માટે કેન્દ્ર સરકાર સમક્ષ દાવો કરશે. સૂત્રો પ્રમાણે આ યોજનાને કારણે સરકારની તિજોરી પર આશરે ૬,૫૦૦ કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડશે.