લોન મોરેટોરિયમ મામલાની સુનાવણી ૫ નવેમ્બર સુધી સ્થગિત
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ લોન મોરેટોરિયમની સુનાવણી ટળી ગઇ છે સોલિસીટર જનરલ તુષાર મહેતાના બીજા કેસમાં વ્યસ્ત હોવાને કારણે આજે સુનાવણી થઇ શકી નહીં હવે મામલા પર પાંચ નવેમ્બરે સુનાવણી થશે
આજે રિઝર્વ બેંકે કોર્ટને જણાવ્યું હતું કે તેણે તમામ બેંકોને બે કરોડ સુધીની લોન પર ચક્રવૃધ્ધિ વ્યાજ ન લેવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ છ મહીનાના મોરેટોરિયમ મુદ્ત માટે વસુલવામાં આવેલ વધારાના વ્યાજને પાછું આપવા માટે કહ્યું છે કોર્ટે સામાન્ય લોકોને આપવામાં આવેલ રાહતની સાથે અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રોને રાહત આપવા પર પણ વિચાર કરવાનો છે.
એ યાદ રહે કે સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલા પર લાંબી સુનાવણી બાદ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ગ્રાહકોને રાહત આપવા માટે વ્યાજની ઉપર લગાવવામાં આવેલ વ્યાજનું વળતર કરવામાં આવે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેને તાકિદે લાગુ કરવા માટે કહ્યું હતું બાદમાં સરકારે જાહેરાત કરી હતી કે વ્યાજની ઉપર લગાવવામાં આવેલ વ્યાજનું વળતર પાંચ નવેમ્બરથી પહેલા તમામ ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં કરી દેવામાં આવશે.
મોરેટોરિયમનો અર્થ છે કે તમે જાે કોઇ વસ્તુનું વળતર કરી રહ્યાં છો તે તેને એક નિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવે છે માની લો કે જાે તમે કોઇ લોન લીધી છે તો તેની ઇએમઆઇને કેટલાક મહીના માટે રોકી શકાય છે હાં પરંતુ તેનો અર્થ એ નથી કે તમારી ઇએમઆઇ માફ કરી દેવામાં આવી છે.HS