લોરેન્સ બિશ્નોઈ કરતાં વધુ ખરાબ સલમાન ખાન છેઃ સોમી અલી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/salman-somy.jpeg)
સોમી અલી ૯૦ના દસકામાં બોલિવૂડમાં એક્ટિવ હતી
એક્ટ્રેસ અને સોશિયલ વર્કર સોમી અલી તથા સલમાન ખાનના રોમેન્ટિક સંબંધો આઠ વર્ષ ચાલ્યા હતા
મુંબઈ,એક્ટ્રેસ અને સોશિયલ વર્કર સોમી અલી તથા સલમાન ખાનના રોમેન્ટિક સંબંધો ૮ વર્ષ ચાલ્યા હતા. સોમી અલી ઘણાં સમયથી સલમાન ખાને પોતાના પર અત્યાચાર કર્યા હોવાનું જણાવે છે. સલમાનની ‘બીઈંગ હ્યુમન’ ઈમેજને પડકારવામાં સોમી અલીએ કોઈ કસર રાખી નથી. સોમીએ ફરી એક વાર એક્સ બોય ળેન્ડ પર નિશાન તાકતા કહ્યુ હતું કે, લોરેન્સ બિશ્નોઈ કરતાં વધારે ખરાબ સલમાન ખાન છે. સલમાન ખાને હજુ લગ્ન કર્યા નથી, પરંતુ તેની ગર્લળેન્ડનું લિસ્ટ ઘણું લાંબું છે.
તેમાંથી સંગીતા બિજલાણી અને કેટરિના કૈફ સાથે સલમાનને સારા સંબંધો છે. સોમી અલી અને સલમાન વચ્ચેના સંબંધો કથળવા અંગે સોમીએ કહ્યું હતું કે, સલમાને મારી સાથે જેવો વ્યવહાર કર્યાે હતો, તેવું બીજા કોઈ સાથે કર્યું ન હતું. મારું સલમાને જેટલી ખરાબ રીતે શોષણ કર્યું, તેનું અડધું દુઃખ પણ સંગીતા અને કેટરિનાએ સહન કર્યું નથી. વધુમાં સોમીએ કહ્યું હતું કે, ઐશ્વર્યા સાથે સલમાનનું વર્તન ખૂબ ખરાબ હતું. સલમાને ઐશ્વર્યાના ખભા પર ળેક્ચર કરી દીધું હતું. જો કે કેટરિના સાથે સલમાને શું કર્યું તે બાબતે હું ચોક્કસ નથી.
સલમાને પોતાની સાથે જે વર્તન કર્યું હતું, તેને જોતાં સોમી અલીને વિશ્વાસ છે કે લોરેન્સ બિશ્નોઈ પણ સલમાન કરતાં વધારે સારો હશે. સલમાન સાથેનો એક પ્રસંગ યાદ કરતાં સોમીએ કહ્યું કે, સલમાન તેને બહુ ખરાબ રીતે મારી રહ્યો હતો અને તે સમયે ઘરના નોકરે દરવાજો ખટખટાવીને માર નહીં મારવા વિનંતી કરી હતી. ગુસ્સે થઈ સલમાને બંનેને વધારે માર્યા હતા. એક તબક્કે પોતાની હાલત જોઈને તબુ પણ રડી પડી હોવાનો દાવો સોમીએ કર્યાે હતો.
સલમાને પોતાના પર કરેલા અત્યાચાર અંગે નિકટના મિત્રો અને માતા સિવાય કોઈને અંદાજ નહીં હોવાનું સોમીએ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, સોમી અલી ૯૦ના દસકામાં બોલિવૂડમાં એક્ટિવ હતી. આઠ વર્ષ સલમાન સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ ૧૯૯૯માં સોમીએ ભારત છોડ્યુ હતું. સલમાન ખાને ઐશ્વર્યા રાય સાથે નિકટતા વધારવાના પ્રયાસો કર્યા હોવાથી સોમી અલી દુભાઈ હતી અને તેણે ભારત છોડ્યુ હતું. સલમાન સાથે બ્રેક અપ પછી સોમીએ ઘરેલુ હિંસા અને માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોની મદદ માટે એનજીઓની શરૂઆત કરી છે. ss1