લોર્ડસના લોન્ગ રૂમમાં કોહલી-રૂટ વચ્ચે રકઝક

લંડન, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચ આજથી હેડિંગ્લેમાં રમાઈ રહી છે.
જાેકે એ પહેલા લોર્ડઝ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ ભારત જીતી ચુકયુ છે. આ ટેસ્ટ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ વચ્ચે મેદાન પર ભારે ગરમા ગરમી જાેવા મળી હતી.
હવે એવી વિગતો સપાટી પર આવી છે કે મેદાન પર જ નહીં પણ લોર્ડઝના પ્રતિષ્ઠિત ગણાતા લોન્ગ રૂમમાં પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટ એક બીજાની સાથે ભીડાઈ ગયા હતા.
જસપ્રીત બુમરાહે લોર્ડઝ ટેસ્ટમાં એન્ડરસન પર બાઉન્સરોનો મારો ચલાવ્યો હતો અને એ પછી બંને ટીમો વચ્ચે વિવાદના બીજા રોપાયા હતા. દિવસની રમત પુરી થયા બાદ બંને ટીમો લોન્ગ રૂમમાં આવી ત્યારે પણ કોહલી અને રૂટ વચ્ચે ભારે દલીલબાજી થઈ હતી. જેના પગલે બીજા દિવસે ભારતીય ખેલાડીઓ ભારે આક્રમક મૂડમાં નજરે પડ્યા હતા.
સામાન્ય રીતે લોન્ગ રૂમમાં એમસીસીના સભ્યોની ચહલ પહલ હોય છે પણ કોરોના પ્રતિબંધના કારણે સભ્યોને લોન્ગ રૂમમાં આવવાની પરવાનગી નહોતી અને તેના કારણે આ રૂમને ડાઈનિંગ રૂમમાં ફેરવી નાંખવામાં આવ્યો હતો.
એવુ મનાઈ રહ્યુ છે કે, બંને ટીમો વચ્ચે લોર્ડઝ ટેસ્ટમાં જે શાબ્દિક જંગ જાેવા મળ્યો હતો તેની અસર સિરિઝની બાકી ટેસ્ટ મેચોમાં પણ જાેવા મળશે. કોહલીએ કહી ચુકયો છે કે, જાે ઈંગ્લેન્ડની ટીમ અમને છેડશે તો અમે તેમને છોડવાના નથી. બીજી તરફ જાે રૂટનુ કહેવુ છે કે, અમે બીનજરૂરી દલીલબાજીમાં નહીં ઉતરીએ.SSS