Western Times News

Gujarati News

લોહીના બાટલા ખૂટી પડતા થેલેસેમિયા સહિતના દર્દીઓની પરેશાનીની નોબત

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે અછત-એક જ સંસ્થામાં સરેરાશ ૭ હજારને બદલે માંડ ૧,ર૦૦ બોટલ ભેગી થઈ
અમદાવાદ, કોરોનાની મહામારી અને લોકડાઉનને. પગલે શહેરમાં થેલેસેમિયાન બાળકો અને અન્ય દર્દીઓને લોહીના બાટલા માટે ફાંફાં મારવા પડે તેવી Âસ્થતિનું નિર્માણ થયું છે. મહામારી પહેલાં શહેરમાં એક જ સંસ્થામાં પથી ૭ હજાર લોહીના બાટલાનું મહિને કલેક્શન થઈ શકતું હતું જેની સામે અત્યારે માંડ ૧ર૦૦ જેટલું કલેક્શન થઈ રહ્યું છે, આ સંજાગોમાં રક્તદાતા આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.

લોકડાઉનના કારણે અત્યારે ખૂબ ઓછી રક્તદાન શિબિર થઈ રહી છે. જેના કારણે લોહીની અછત સર્જાઈ રહી છે, લોકો સ્વૈÂચ્છક રીતે રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ બ્લડ બેંક દ્વારા મહામારીને લઈ તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. સેનેટાઈઝ કરેલા રૂમમાં રક્ત લેવામાં આવશે, જા ક્યાંક ત્રણ ચાર ડોનર હશે તો રેડક્રોસ દ્વારા સેનેટાઈઝ કરેલી બ્લડ મોબાઈલ વાન જે તે સ્થળે જઈને રક્ત લેશે તેવી પણ વ્યવસ્થા કરાશે. થેલેસેમિયાના દર્દીઓ માટે લોહી જીવાદોરી સમાન છે અને ઈમરજન્સી ઓપેરશન વખતે પણ રક્તની જરૂર રહે છે. આ સંજાગોમાં રકતદાન માટે અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના શરૂઆતના તબક્કામાં પણ અમદાવાદ શહેરમાં લોહીની તંગી સર્જાઈ હતી, જેને પગલે કેટલીક સંસ્થાઓ દ્વારા રક્તદાન માટે અપીલ કરવામાં આવી હતી, જેને પગલે લોકો દ્વારા સાથ-સહકાર મળ્યો હતો અને થોડીક લોહીની તંગી દૂર થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.