લો બોલો….. પ્રાંતિજ નગરપાલિકાનું ફરી વિજકનેશન કપાયું
પહેલા સ્ટ્રીટ લાઇટો અને હવે વોટરવર્કસ નું વીજજોડાણ કપાયું : પ્રાંતિજ વિજકંપની દ્વારા આઠ-આઠ નોટીસ પાઠવી છતાં વીજબીલ ના ભરાતા ફરી વિજકનેશન કપાયું :
વોટરવર્કસ નું વીજજોડાણ કપાતાં અડધું પ્રાંતિજ પાણી વગર રહેશે : નિયમીત વેરો ભરે એ જ પ્રાથમિક સુવિધાઓથીજ વંચિત રહશે .
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વીજબીલ ના ભરતા પ્રાંતિજ વિજકંપની દ્વારા હમરાં-હમરાં બીજી વાર વીજ કનેક્શન કાપ્યું.
જેમાં પહેલા સ્ટ્રીટ લાઇટો અને હવે વોટરવર્કસ નું વીજજોડાણ કપાયું તો નિયમિત વેરો ભરતાં નગરજનો હાલતો પ્રાંતિજ પાલિકા ના પાપે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેશે .
પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વીજબીલ ના ભરતા ફરી દિવાળી બાદ પાછું વિજકંપની
દ્વારા ગલેચી ભાગોળ ખાતે આવેલ વોટરવર્કસ નું વીજજોડાણ કપાયું તો વિજકંપની દ્વારા અગાઉ પણ દિવાળી ના તહેવારો ટાળેજ પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સ્ટ્રીટ લાઇટો નું વીજજોડાણ કાપ્યું હતુંં.
ત્યારે પ્રાંતિજ વિજકંપની દ્વારા પ્રાંતિજ નગર પાલિકાના મુખ્ય અધિકારી આકાશ ભાઇ પટેલ ને ૧૨ લાખ વિજબીલ બાકી હોવાથી આઠ-આઠ નોટીસો આપ્યા બાદ પણ વિજબીલ ના ભરતા આખરે છેલ્લી નોટીસ ૨૪|૧૧|૨૦૨૦ ના રોજ આપી હતી.
પણ છેલ્લી નોટીસ પાઠવ્યા ના દશ દિવસ બાદ પણ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વીજબીલ ના ભરતા આખરે પ્રાંતિજ વિજકંપની ના એન્જીનીયર શૈલેષભાઈ યાદવ દ્વારા પ્રાંતિજ ગલેચી ભાગોળ ખાતે આવેલ વોટરવર્કસ નું વીજજોડાણ કાપ્યુ હતું તો હાલતો વીજ જોડાણ કપાતાં નિયમીત વેરો ભરતાં નગરજનો ને પાણી માટે વલખાં મારવા પડશે તેમ કહીએ તો નવાઇ નહી .