લોહ બોલો પ્રાંતિજ મા કંપનીઓ વાળા બે-બે દિવસે રેપિડ ટેસ્ટ માટે મોકલતા સિવિલ મા રેપિડ કીટ ખલાસ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સિવિલ મા હાલ તો રેપિડ ટેસ્ટ માટે પ્રાંતિજ તથા તાલુકામાંથી લોકો આવે છે તો બીજીબાજુ પ્રાંતિજ મા આવેલ કંપનીઓ વાળા પણ બે-બે દિવસે કંપનીમા કામ કરતા લોકો ને રેપિડ ટેસ્ટ માટે મોકલતા પ્રાંતિજ સિવિલ મા રાફડો ફાટે છે અને કંપની ના કામદારો આવતા કીટો પણ ઓછી પડે છે .
એકબાજુ કોરોના એ કહેર મચાવ્યો છે તો બીજીબાજુ પ્રાંતિજ સહિત તાલુકામા આવેલ ફેક્ટરીઓ દ્વારા પ્રાંતિજ સિવિલ મા બે-બે દિવસે રેપિડ ટેસ્ટ કરવા માટે મોકલતા હોવાથી સિવિલ મા મોટો ભરાવો થાય છે અને સિવિલ મા એકબાજુ ઇમર્જન્સી કેસો , ઓપીડીઓ અને કોરો ના વેક્સિન કામગીરી સાથે રેપિડ ટેસ્ટ પણ કરવાવવા માટે આવે છે ત્યારે મોટાભાગે કંપનીઓમાથી કામદારો ને અવારનવાર ટેસ્ટ માટે કંપનીઓ વાળા મોકલતા હોવાથી હાલતો પ્રાંતિજ સિવિલ મા રેપિડ કીટ ખુટી પડે છે
ખરેખર જરૂરિયાત વ્યકિત આવતા કીટ પુરી થઇ જતા ટેસ્ટ થઇ શકતો નથી ત્યારે સરકાર દ્રારા આવી પ્રાઇવેટ કંપનીઓને પોતાના ખર્ચે પ્રાઇવેટ મા કે પોતાની કંપની માજ ટેસ્ટ થાય તેવી સુચના આપવામા આવે તો પ્રાંતિજ સહિત તાલુકામા થી આવતા લોકો ને અને ખરેખર જરૂરિયાત લોકો ના રેપિડ ટેસ્ટ થઇ શકે અને ટેસ્ટ થાય તો કોરો ના ઉપર અંકુશ પણ આવે
ત્યારે હાલતો પ્રાંતિજ સહિત તાલુકામા આજુબાજુમા આવેલ કંપનીઓ વાળા બે-બે દિવસે ટેસ્ટ માટે કંપની માથી માણસો ને મોકલી દેતા સિવિલ મા રેપિડ ટેસ્ટ માટે ઉભરાય છે અને જે ખરેખર જરૂરિયાત વાળા હોય છે તેવોનો રેપિડ ટેસ્ટ થઇ શકતો નથી ત્યારે સરકાર દ્વારા જેતે કંપનીઓને પોતાના ખર્ચે કે કંપનીમાજ રેપિડ ટેસ્ટ કરવામા આવે તેવી સુચના કરવામા આવે તો પ્રાંતિજ સિવિલ મા આવતા ખરેખર જરૂરિયાત લોકોને રેપિડ ટેસ્ટ થઇ શકશે ત્યારે હાલ તો પ્રાંતિજ સિવિલ ના તબીબી ર્ડા હર્ષ પટેલ તથા સ્ટાફ દ્રારા પ્રશંસનીય કામગીરી સામે આવી છે .