લો-ગાર્ડન ચણિયા ચોલી બજાર રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લુ રાખવા માંગણી
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશ્યલ ડીસ્ટન્સનો અમલ ન થયા બાદ ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦ વાગ્યા પછી દુકાનો બધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
જ્યારે બીજી તરફ લો-ગાર્ડન બજારની સમય મર્યાદા મામલે સ્થાનિક ફેરીયાઓમાં નારાજગી જાેવા મળી રહી છે. લો-ગાર્ડન ચણિયા ચોલી બજારના વેપારીઓએ રવિવારે સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય કર્યાે હતો.
વેપારીઓ દ્વારા રાખવામાં આવેલા બંધના પગલે મ્યુનિ.કોર્પાેરેશન અને પોલીસ વિભઆગ દ્વારા મૌખિક આદેશ કરવામાં આવ્યો છે. તથા ચણિયા ચોલી બજાર માટે ૧૨થી ૬નો સમય જાહેર કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે ચણિયા ચોલી બજારનો સમય બપોરે ત્રણથી રાત્રીના દસ વાગ્યા સુધીનો રહે છે. આ સમયગાળા દરમ્યાન ગ્રાહકો પણ આવે છે. તથા કોરોનાની સમય-મર્યાદા પણ જળવાય તેમ છે.
પરંતુ તંત્ર દ્વારા સાંજે ૦૬ વાગે બજાર બંધ કરવાનો જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તેના કારણે વેપારીઓની આર્થિક તકલીફમાં વધારો થશે. નવરાત્રીની ઉજવણી થાય તેવી કોઈ શક્યતા નથઈ. તેથી જ થોડા-ઘણા ગ્રાહકો સાંજના સમયે આવી રહ્યાં છએ. તે પણ બંધ થઈ જશે.
મ્યુનિ.કોર્પાેરેશન અને પોલીસ વિભાગ દ્વારા માનવીય અભિગમ અપનાવી ચણિયા ચોલી બજાર રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લું રાખવા પરવાનગી આપે તેવી માંગણી પણ તેમણે કરી હતી.