Western Times News

Gujarati News

લો પ્રેશર સક્રિય થતા બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું

અમદાવાદ: જગતના તાત માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.જેના કારણે અતિવૃષ્ટિમાં નુકસાન બાદ કમોસમી વરસાદની અગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. અરબી સમુદ્રમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે અગામી ૨૪ કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે.તેમજ સાયકલોનીક સર્ક્‌યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ પોર્ટ પણ સિંગન નંબર ૩ લગાવાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકાર જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે.જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે.અને આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.

જોકે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાતે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.સાથે ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની અગાહીના કારણે ખેડૂતો ચિંતા વધારી છે. રાજ્યમાં પણ આગામી ૫ દિવસ વાદળ છાયું વાતાવરણ રહશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે.અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે.વરસાદી મહોલના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે.પરંતુ ખેડૂતો માટે ચિંતા ના વાદળો ઘેરાયા છે.ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. એમાં પણ આજે ૧૬મી ઑક્ટોબરથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. જોકે, આ બધાની વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે. જોકે, ગઈકાલે રાત્રે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો પણ છે. આમ આ વર્ષે ચોમાસું વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યું. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ૧૫-૧૭ ઑક્ટોબર દરમિયાનની વરસાદની આગાહી અંતર્ગત ૧૬-૧૭ ઑક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે. તા. ૧૬ અને ૧૭ ઑકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અગાઉ ગાંધીનગર ખાતે મળેલી ધર વોચ ગ્રુપની બેઠકમાં પણ આ આગાહી જાહેર કરવામા આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.