લો બોલોઃ પિતાએ ચંદ્ર પર એક એકર જમીન ખરીદી પુત્રને ગિફ્ટમાં આપી
બે માસના બાળક માટે ગુજરાતી પિતાએ ચંદ્ર પર જમીન ખરીદી
સુરત, તમારું નાનુ બાળક તમારી પાસે ગિફ્ટ માંગે તો તમે તેને શું આપો. રમકડા, સાયકલ કે કોઈ મોંઘુદાટ ટોય. કેટલાક માલેતુજાર લોકો પોતાના બાળકોના નામ પર મકાન કે જમીન ખરીદી લે છે. પણ સુરતના એક શખ્સે માનવામાં ન આવે તેવી ગિફ્ટ પોતાના નવજાત બાળક માટે ખરીદે છે.
સુરતના એક પિતાએ પોતાની દીકરાને છેક ચંદ્ર પર એક એકર જમીન ખરીદી ગિફ્ટમાં આપી છે. ત્યારે હજી સમજણો પણ ન થયો ત્યારે આ બાળક માટે આ ગિફ્ટ બહુ જ ખાસ કહેવાય. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા વિજય કથેરિયાએ પોતાની બે માસના દીકરા નિત્ય ભેટમાં જમીન આપી છે.
વિજયભાઇ મૂળ સૌરાષ્ટ અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં કાચના વેપારી છે. વિજય કથીરિયાના પરિવારમાં બે મહિના પહેલા બાળકનો જન્મ થયો હતો. ત્યારે પિતાએ પોતાની બાળકને ભેટ તો આપવી હતી પણ અત્યાર સુધી કોઈ પિતાએ આપી હોય તેનાથી અલગ ભેટ આપવાની તેમની ઈચ્છા હતાં.
જેથી ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીમાં વિજયભાઇએ તારીખ ૧૩મીના રોજ ચંદ્ર પર જમીન ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી. એક એકર જમીન ખરીદવાની અરજી કંપનીએ મંજુર કરી હતી, બાદમાં કંપનીએ તમામ કાયદાકીય કાર્યવાહી કરીને વિજય કથેરિયાને જમીન ખરીદી માટેની મંજૂરીનો ઇમેલ કર્યો હતો. ત્યાર બાદ તમામ કાગળો મોકલી આપ્યા છે.