LED લાઇટ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો અટકાવવામાં મદદ કરશે
સિસ્કાએ મોસ્ગાર્ડ LED લાઇટ લોન્ચ કરી ઇનોવેટિવ એલઇડી લાઇટ, જે મોસ્કિટો રિપેલ્લન્ટ મોડ સાથે ઉપલબ્ધ છે
મુંબઈ, FMEG સેગમેન્ટમાં અગ્રણી નામ અને એલઇટી લાઇટિંગ ટેકનોલોજીમાં પથપ્રદર્શક સિસ્કા ગ્રૂપે ઇનોવેટિવ પ્રોડક્ટ મોસ્ગાર્ડ એલઇડી લોંચ કરી છે. સિસ્કા મોસ્ગાર્ડ વિશિષ્ટ પ્રોડક્ટ છે, જે મોસ્કિટો રિપેલન્ટ તેમજ 15W એલઇડી બલ્બ તરીકે કામ કરે છે. ગ્રાહકોને ટેકનોલોજી સંચાલિત લાઇટિંગ સોલ્યુશન્સ ઓફર કરવાનાં પ્રયાસ સ્વરૂપે સિસ્કાએ એની એલઇડી લાઇટિંગ કેટેગરી અંતર્ગત ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લોંચ કરી છે.
સિસ્કા મોસ્ગાર્ડ એલઇડી બલ્બ સ્વાસ્થ્ય સંબંધિત જોખમો ઘટાડવા અને રોગો અટકાવવા ઉચિત સોલ્યુશન છે, જેનો ફેલાવો મચ્છરોથી થાય છે, જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા વગેરે. એલઇડી બલ્બ આંતરિક ઉપયોગ માટે ડિઝાઇન કર્યા હોવાથી ઘર ઉપરાંત શાળાઓ, કોલેજો, વાણિજ્યિક સ્થળો પર ઉપયોગ કરવા માટે આદર્શ છે. સિક્કાનાં આ વિશિષ્ટ મોસ્કિટો રિપેલન્ટ એલઇડી બલ્બની કિંમત રૂ. 699/- છે અને દેશભરમાં અગ્રણી રિટેલ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.
મોસ્ગાર્ડ એલઇડી બલ્બ લોંચ કરવા પર સિસ્કા ગ્રૂપનાં ડાયરેક્ટર શ્રી રાજેશ ઉત્તમચંદાનીએ કહ્યું હતું કે, “સિસ્કાએ બજારમાં ઇનોવેટિવ ઉત્પાદનો પ્રસ્તુત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે અમારાં ગ્રાહકોને શ્રેષ્ઠ વેલ્યુ ઓફર કરે છે. દેશમાં એલઇડી લાઇટિંગ સ્પેસમાં પથપ્રદર્શક તરીકે અમે વિશિષ્ટ એલઇડી લાઇટનું ઉત્પાદન કરવાનું જાળવી રાખશે, ત્યારે આ ઉત્પાદન અમારાં ગ્રાહકો માટે વાજબી છે. સિસ્કા મોસ્ગાર્ડ મલ્ટિફંક્શનલ એલઇડી બલ્બ છે, જે એલઇડી બલ્બ અને મોસ્કિટો કિલર તરીકે એકસાથે કામ કરે છે.”
સિસ્કા મોસ્ગાર્ડ એલઇડી લાઇટની મુખ્ય ખાસિયતો–
ઊર્જાદક્ષ બ્રાઇટ લાઇટ
સિસ્કાનાં મોસ્ગાર્ડ15Wથી ઓછી ઊર્જાનો ઉપયોગ કરે છે, જે એને ઊર્જાદક્ષ પસંદગી આપે છે. ઉપરાંત આ 1350 લ્યુમેન્સથી સજ્જ છે, જેથી આ મોટાં વિસ્તારને આવરી લેતી બ્રાઇટ લાઇટ આપી શકે છે. મોસ્ગાર્ડનું પીસી પ્રોટેક્ટિવ કવર હાઈ વોલ્ટેજ ગ્રિડને કવચ આપે છે, જે તમને ગ્રિડનો આકસ્મિક સ્પર્શ અટકાવે છે અને વીજળીનાં આંચકાથી બચાવે છે.
નુકસાનકારક રસાયણો નહીં
સિસ્કાનું મોસ્ગાર્ડ જંતુનાશકોને મારવા કોઈ પણ પ્રકારનાં નુકસાનકારક સ્પ્રે, કેમિકલ કે ફ્યુમનો ઉપયોગ કરતાં નથી, જેથી આ રોગજન્ય મચ્છરોને અટકાવવા સલામત અને રસાયણમુક્ત રીત છે.
સિસ્કાની કેમિકલ ફ્રી પેસ્ટ કન્ટ્રોલ લાઇટ બલ્બ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો અટકાવવામાં મદદ કરે છે. નિયમિત લાઇટ બલ્બ માટે ઉપયોગી સોકેટમાં સિસ્કાનું મોસ્ગાર્ડ ફિટ થઈ શકતું હોવાથી તમારે નવું ફિક્ચર્સ ખરીદવાની જરૂર નથી.