Western Times News

Gujarati News

લો બોલો, અપહરણકર્તાઓએ ભૂલથી બીજા વેપારીનું અપહરણ કરી લીધું

પ્રતિકાત્મક

બંને અપહરણકર્તાઓ વેપારીને માર મારી કામરેજ ટોલનાકા પાસે ઊતારીને બાદમાં ફરાર થઇ ગયા હતા

સુરત, સુરત શહેરનાં મોટા વરાછા વિસ્તારમાં રહેતો ટેક્સ્ટાઇલનો વેપારી ગતરોજ સરથાણા શયમધામ મંદિર પાસે ઉભો હતો. આ સમયે એક કારમાં આવેલા બે ઈસમોએ તેમને બળજબરીથી પકડી કારમાં બેસાડી દીધો હતો. બંને ઈસમો વેપારીનું અપહરણ કરી કારને કામરેજ તરફ હંકારી દીધી હતી.

જાેકે, બાદમાં બંને અપહરણકર્તાઓને ખબર પડી હતી, કે ભૂલથી બીજાનું અપહરણ થઇ ગયું છે. જેનું અપહરણ કરવા માટે આવ્યા હતા તે આ ઈસમ નથી. જેથી બંને અપહરણકર્તાઓએ વેપારીને માર મારી કામરેજ ટોલનાકા પાસે ઉતારી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોટા વરાછા વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય સંજય ધીરુભાઈ કુકડીયા ટેક્સ્ટાઇલના વેપાર સાથે સંકળાયેલા છે. ગતરોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં સંજયભાઈ સરથાણામાં આવેલ શ્યામધામ મંદિર પાસે સ્કાય વ્યુ પાસે ઉભા હતા.

આ સમયે એક એન્ડોવર કાર નંબર જીજે.૦૫.આરકે. ર્ં૦૭ માં વિપુલ બલર અને રાણા ભરવાડ નામના બે ઈસમો ત્યાં આવ્યા હતા. તેઓએ આવીને તારું નામ સંજય છે કહી પૂછ્યું હતું. જેથી સંજયભાઈ એ હા પાડતા બંને ઈસમોએ આગળ કાંઈ પણ પૂછયા વિના તેને બળજબરીથી કારમાં બેસાડી દીધા હતા. બંનેએ કારને કામરેજ તરફ હંકારી મૂકી હતી.

આ દરમિયાન સંજયભાઇએ બંનેને જણાવ્યું હતું કે, તમે જે સંજયને પકડવા આવ્યા છો તે હું નથી. કોઈ બીજું હશે. એવું હોય તો મોબાઈલ નંબર ચેક કરી લો. જેથી બંને અપહરણકર્તાઓએ નંબર ચેક કરતા સંજયભાઈ બીજા વ્યક્તિ નીકળ્યા હતા. જેથી આખરે બંનેએ કામરેજ ટોલનાકા પાસે સંજયને એલફેલ ગાળો આપી બેથી ત્રણ ઝાપટ માર્યા બાદ તેને કારમાંથી ઉતારી ફરાર થઇ ગયા હતા. જાેકે બાદમાં સંજયભાઈ સીધા સરથાણા પોલીસ મથકે ગયા હતા.

જયાં તેઓએ આ મામલે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વિપુલ બલર અને રાણી ભરવાડ સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.