લો બોલો, કોરોના કાળમાં જિવિત થયો ડાયનાસોર
ફ્લોરિડા: ૨૦૨૦થી દુનિયામાં ઉથલ-પુથલ જાેવા મળી રહી છે. કોઇએ વિચાર પણ કર્યો ન હતો કે એવી મહામારી ફેલાશે કે બધાને ઘરોમાં કેદ કરી નાખશે. આ મહામારીના ફેલાયા પછી દુનિયા ખતમ થવાની, એલિયન દેખાવાના સમાચારો ચર્ચામાં રહ્યા છે. હવે ફ્લોરિડામાં રહેનાર ક્રિસ્ટીના રયાન નામની મહિલાએ પોતાના ઘરના સીસીટીવીમાં કેદ વીડિયોના આધાર પર દાવો કર્યો છે કે દુનિયામાં ડાયનાસોર પાછો આવી ગયો છે. આ પછી લોકો વચ્ચે આ સમાચાર આગની જેમ ફેલાઇ ગયા છે.
ક્રિસ્ટીનાનું ઘર ફ્લોરિડાના પામ કોસ્ટની પાસે છે. તેના ઘરની બહાર લાગેલા સિક્યુરિટીના કેમેરામાં એક અજીબોગરીબ જીવ કેદ થયો છે જે બે પગ પર દોડતો જાેવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો ફૂટેજમાં આ જીવ પોતાના પગ પર જે રીતે દોડતો નજરે પડ્યો છે તેને જાેઈને તેની સરખામણી વેલોસિરેપ્ટર સાથે કરવામાં આવી છે. આ ડાયનાસોરની જ એક પ્રજાતિ છે. પોતાના ઘરના સીસીટીવી ફૂટેજને જાેયા પછી ક્રિસ્ટીનાના હોશ ઉડી ગયા હતા. તેણે જણાવ્યું કે આમ પણ તે જુરાસિક પાર્ક ફિલ્મોની પ્રશંસક છે.
આવામાં જ્યારે તેણે વીડિયો જાેયો તો તેને અનુભવ થયો કે આ તો બેબી ડાયનાસોર છે. જાેકે તે પોતે પણ તેને લઇને શ્યોર નથી. આ કારણે તેણે આ વીડિયો ક્લિપને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ક્રિસ્ટીનાએ આ ફૂટેજને પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે. ઘણા લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. કેટલાક લોકો ક્રિસ્ટીનાના સમર્થનમાં જાેવા મળ્યા હતા. તેમને પણ આ જીવ ડાયનાસોર લાગ્યો હતો. જાેકે કેટલાક લોકો હતા જેણે આને લઇને ક્રિસ્ટીનાની મજાક ઉડાવી હતી. તેમનું કહેવું છે કે આ જીવ કુતરો છે, જે સ્પીડથી દોડી રહ્યો છે. તેની પૂંછડી અને બોડી સ્ટ્રક્ચરના કારણે આ ડાયનાસોર લાગે છે. કેટલાક લોકોએ તેને મોટી ચિડિયા કહી હતી.