લો બોલો, ટોઈલેટના સ્થાને રાતોરાત દુકાનો બની ગઇ
પાલનપુર, શહેરના બારડપુરા વિસ્તારમાં બનેલ કોમ્પલેક્ષ મોકાની જગ્યામાં બનાવેલ છે. અને કોમ્પલેક્ષની દરેક-દુકાનો ધડાધડ વેચાણ થઇ ગયેલ છે. આ કોમ્પ્લેક્ષમાં ટોઈલેટ બન્યા હતા. જેથી વેપારીઓ અને ગ્રાહકોને શૌચક્રિયા કરવાનું સરળ બન્યું હતું.
બહારગામથી આવતા ગ્રાહકોને ટોઈલેટના અભાવે ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે બારડપુરા વિસ્તારમાં બનેલા નવિન કોમ્પ્લેક્ષની ટોઈલેટ અચાનક ગાયબ થઇ ગયું છે. અને ત્યાં ત્રણ શટરવાળી દુકાનો બની જતા સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકો પણ અવઢવમાં મુકાયા છે.
જ્યારે આ બાબતની જાણ એક નગર સેવકને કરવામાં આવી હતી. આ બાબતે પાલિકા ચીફ ઓફિસર ન્યાયીક તપાસ કરાવે અને ટોઈલેટના સ્થળે બનેલી દુકાનો તપાસ કરાવે.