લો બોલો, હવે વાણંદની દુકાનમાં પણ ચાકૂની અણીએ લૂંટ
અમદાવાદ: જવેલર્સ ને ત્યાં દાગીના જોવાના બહાને દુકાન માં પ્રવેશ કરી ને ચોરી કે લૂંટ ના અનેક બનાવો જોવા મળ્યા છે. પરંતુ ક્યારેય દાઢી કરવાના બહાને દુકાન માં આવી લૂંટ થઈ હોય તેવું સાંભળ્યું નહિ હોય. આવો જ એક બનાવ શહેર ના સારંગપુર આનંદ કલોથ માર્કેટમાં બન્યો છે. જ્યાં એક ઈસમ હેર કટિંગની દુકાનમાં આવી ને પહેલાં દાઢી કરવા માટેનું બહાનું કાઢી છરી ની અણીએ લૂંટ કરી છે.
ફરિયાદી નદીમ શેખે પોલીસ ફરિયાદ આપી છે કે તેઓ સારંગપુર આનંદ ક્લોથ માર્કેટ માં હેર કટિંગની દુકાન ધરાવે છે. ગુરુવાર સાંજના સમયે તે અને તેમના ભાઈ દુકાનમાં હાજર હતા. અને પોતે એક ગ્રાહકના હેર કટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ તેમની દુકાનમાં આવ્યો હતો. અને તેને દાઢી કરવા માટે કહ્યું હતું.
જા કે ત્યારબાદ તેને દાઢી નહિ કરાવી હોવાનું કહીને પોતાની પાસે રહેલ છરી ફરિયાદીને ગળા ના ભાગે રાખીને રૂપિયાની માંગણી કરી ગળાના ભાગે સામાન્ય ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આ આરોપી એ ફરિયાદીમાં મોટાભાઈ ને છરી બતાવી રૂપિયાની માંગણી કરી હતી.
જેથી તેને પાકિટ કાઢતા જ આરોપી પાકિટ લઈ ને ફરાર થઈ ગયો હતો. જેમાં રૂપિયા ૫૫૦ હતા. જો કે ફરિયાદી એ સમગ્ર ઘટના ની જાન પોલીસ ને કરતા જ પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી અને આરોપી કોમ્પલેક્ષ ની બહાર નીકળતા જ તેને ઝડપી લીધો છે.