Western Times News

Gujarati News

લો બોલો….. હેરફેર માટે દારૂ ગાદલાની આડ લવાતો હતો

પ્રતિકાત્મક

રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે લાખોનો દારૂ ઝડપી પાડ્યો -૩૧ ડિસેમ્બરની પાર્ટી માટે રાજકોટમાં ઘૂસાડવામાં આવતો દારૂનો જંગી જથ્થો ઝડપાયો, દારૂબંધી ફક્ત કાગળ પર જ

રાજકોટ, ૩૧ ડિસેમ્બરની આડે હવે બસ એક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક વખત ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, આ દારૂની હેરફેર માટે ડનલપના ગાદલાની આડ લેવામાં આવી હતી. જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી પરંતુ પોલીસની બાતમી ચોક્કસ હોવાના કારણે આ દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ન્યુ પાર્ટી નજીક આવતી હોવાથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા દારૂની થતી હેરાફેરી અટકાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત પીએસઆઇ જેબલિયા અને તેની ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાન થી ત્રણ લોકના ગાદલાની આડમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે.

જે ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ જેબલિયા અને તેમની ટીમ દ્વારા રાજકોટ થી ગોંડલ તરફ જવાના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર નુરાની પરા પાસેથી નંબર પ્લેટ વગરના અશોક લેલન કંપની ના સફેદ કલરના માલ વાહક વાહન માં ડનલોપ ના ગાદલા ની આડમાં મેકડોવેલ્સ નંબર વન વિસ્કી બોટલ નંગ ૩૪૮, એપિસોડ ગોલ્ડ વીસકી બોટલ નંગ ૫૭૬ સહિત કુલ ૪,૯૯૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગુનેગારોની મોડસ ઓપરેન્ડી જણાવતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોય જેથી બુટલેગર દ્વારા પોતાનો આર્થિક હેતુ સિદ્ધ કરવા અવારનવાર અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે. ત્યારે હાલના ગુનામાં આરોપીઓએ માલવાહક વાહનમાં ડનલોપ ગાદલા ઉભરી અને રાજસ્થાનથી આવતા હોવાનું જણાય તે રીતે ંરી ડનલોપ ના ગાદલા માં વચ્ચેના ગાદલા કાપી તેમાં ખાનું બનાવી તેમાં ઇંગ્લિશ દારૂ સંતાડી પ્રથમ દ્રષ્ટિએ ફક્ત ગાદલા ઓ લઇ જતા હોવાનું જણાય તે રીતે અલગ પદ્ધતિ અપનાવી ગુનો આચરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કેટલાક વ્યક્તિઓ બોલેરો પીકપ વનમાં શાકભાજી ના કેરેટ ની આડ માં દારૂની હેરાફેરી કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.