Western Times News

Gujarati News

મોડાસાના સાકરીયા ગામે કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટકી ૩૫ હજારનું  કરિયાણું ચોર્યું 

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોલીસતંત્ર વ્યસ્ત રહેતા    અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ગેંગ અને તસ્કરો સક્રીય થતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાયો છે

મોડાસાના સાકરીયા ગામે  ચોરીનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જ્યાં ચોર કરિયાણાની દુકાનમાં ઘૂસી મરચું, તેલ, ઘી, ચા સહિત ૩૫ હજારથી વધુના કરિયાણાની ચોરી કરી ગયો છે.

જે પ્રમાણે ચોરી થઇ છે તે જોતા ચોર ચોરી કરવા રિક્ષા કે અન્ય વાહન લઇ આવ્યો હોવાની શંકા છે.દુકાન માલિકે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી રાબેતા મુજબ પ્રાથમિક તપાસ હાથધરી તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જીલ્લામાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવેની માંગ પ્રબળ બની છે

સાકરીયા ગામના રમેશભાઈ નાનાભાઈ ખાંટ સાકરીયા બસ સ્ટેન્ડ પર કેબીનમાં કરીયાણાની દુકાન ચલાવી જીવનનિર્વાહ કરી રહ્યા છે મંગળવારે રાત્રે દુકાન બંધ કરીને ગયા હતા

ત્યારે કેબીનના પાછળના ભાગે બાકોરું પાડી તસ્કરો દુકાનમાં ત્રાટકયા હતા અને દુકાનમાં રહેલ કરિયાણાનો માલસામાન અને ગલ્લો તોડી ૪ હાજર પરચુરણ ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા

રમેશભાઈ બુધવારે સવારે દુકાને પહોંચતા દુકાનમાં માલસામાન અસ્તવ્યસ્ત પડ્યો હોવાની સાથે ગલ્લો તૂટેલો જણાતા ચોરી થઇ હોવાનું જણાઈ આવ્યું હતું

દુકાનનું તાળું સલામત હોવાથી કેબીનની પાછળના ભાગે જોતા બાકોરું પાડી તસ્કરો ત્રાટક્યા હોવાનું અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની જાણ થઇ હતી

સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા બસ સ્ટેન્ડ પરજ આવેલ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટકી કરિયાણું ચોરી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા દુકાનમાલિક રમેશભાઈ ખાંટે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.