Western Times News

Gujarati News

લ્હાસામાં બરફ નીચેથી ૩૩ વાયરસના જેનેટિક કોડ મળ્યા

લ્હાસા: દુનિયાભરમાં કોરોના વાયરસનુ ઉદગમ સ્થાન મનાતા ચીનના લ્હાસામાં બરફ હેઠળ દબાયેલા ૩૩ વાયરસના જેનેટિક કોડ વૈજ્ઞાનિકોને મળી આવ્યા છે. આ પૈકીના ૨૮ વાયરસ એવા છે જે દુનિયાએ પહેલા ક્યારેય જાેયા નથી. એવુ મનાઈ રહ્યુ છે કે, આ વાયરસ ૧૫૦૦૦ વર્ષ જુના છે અને બરફ નીચે રહેવાના કારણે અત્યાર સુધી તે બચી શક્યા છે. આ વાયરસ જેનેટિક કોડ મળવાથી વૈજ્ઞાનિકોને એવી આશા જાગી છે કે, આ પ્રકારનુ વાતાવરણ ધરાવતા બીજા ગ્રહો પર પણ જીવન હોવાની શક્યતા મજબૂત બનશે.જેમ કે મંગળ ગ્રહ.

આ સંશોધનમાં સામેલ અમેરિકાના વૈજ્ઞાનિક મેથ્યુ સુલિવનનુ કહેવુ છે કે, વાયરસ અત્યંત કપરા વાતાવરણમાં પણ બચી શક્યા છે. તેમનામાં એવા જીન છે જે તેમને મદદ કરે છે.તેને શોધવુ જાેકે મુશ્કેલ છે. કારણકે બરફમાંથી કાઢીને તેનો અભ્યાસ કરવા સુધીમાં ઘણી સાવધાની રાખવી પડે છે.

ચીનમાં તિબ્બતના લ્હાસા નજીકના બરફિલા વિસ્તારમાં આ માટે ખોદકામ કરવામાં આવ્યુ હતુ અને તેમાંથી સેમ્પલ લઈને તેનુ એાલિસિસ કરાયુ હતુ.

સંશોધનમાં સામેલ ચીનના વૈજ્ઞાનિક જી પિંગ જાેન્ગનુ કહેવુ છે કે, ગ્લેસિયર ધીરે ધીરે બને છે અ્‌ને અહીંયા ધુળ, ગેસ અને વાયરસ પણ જમા થતા હોય છે. આ પ્રકારની ટેકનિક મંગળ ગ્રહ જેવી જગ્યાઓ પર પણ જીવનની ખોજ કરવામાં કામ લાગી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.