Western Times News

Gujarati News

વંથલીમાં માસ્ક વગર અવરજવર કરતા વાહનચાલકો સામે પોલીસે કરી લાલ આંખ

ભારત સરકાર દ્રારા કોરોના વાયરસને લઇને 70 દિવસ લોકડાઉન બાદ અનલોક એક ની જાહેરાત કરી હતી જેમાં નિયમો ને આધિન મોટાભાગના ધંધા રોજગાર માટે છૂટી આપવામાં આવી છે જેને પગલે વંથલી શહેરમાં લોકોની અવરજવર વધી છે. અને મુખ્ય બજાર તેમજ વિવિધ જગ્યાઓએ લોકોની ભીડ જોવા મળી રહી છે

ત્યારે જિલ્લા કલેકટર દ્રારા પરિપત્ર બહાર પાડી અનલોક એક માં છૂટી આપવાની સાથે માસ્ક ફરજીયાત પહેરવા સૂચન કર્યું હતુ તેમ છતાં ધણા લોકો બજારોમાં માસ્ક વગર ફરતા હોય નિયમોનું સારેઆમ ઉલ્લંઘન કરતા હોય છે જેને લઇ આજરોજ વંથલી પીએસઆઇ બી.કે.ચાવડા એ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી માસ્ક ના પહેરી નિયમનું પાલન ના કરનાર રાહદારીઑ તેમજ વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી અને  29  લોકોને નિયમોનો  ભંગ કરનારા લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ પાસે 200 રૂપિયા લેખે 5800 નો દંડ વસુલવામાં આવ્યો હતો

માસ્ક પહેર્યા વગર ઝડપાયેલ તમામને પીએસઆઇ ચાવડા દ્રારા વિનામૂલ્યે માસ્ક આપવામાં આવ્યા હતા   આ કડક કાર્યવાહી ને પગલે વાહનચાલકો અને રાહદારીઑ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.