વંથલી પોલીસે માસ્ક ન પહેરનાર 42 વ્યક્તિ ને દંડ ફટકાર્યો
વંથલીમાં માસ્ક ન પહેરનાર લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે કોરોના કહેર ને લઇ ને સરકારની ગાઇડ લાઇન છતા માસ્ક ના પહેરતા લોકો સામે વંથલી ના નવનિયુક્ત પીએસઆઇ બી.કે.ચાવડા અને પોલીસ સ્ટાફ દ્વારા એક જ દિવસમાં 42 કેસ કરી કુલ રૂપિયા 8400 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો આગળ પણ માસ્ક ન પહેર સામે કાર્યવાહી ચાલું રહેશે તેમ ચાવડા એ જણાવ્યું હતુ