વંદન કરીને ક્રિશ્નાદેવી અને તેમના પતિએ ટ્રેનમાં પગ મુક્યો…’
‘ ગુજરાતે અમને બધુ જ આપ્યું છે…. અમે પાછા આવીશુ જ…’
કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો…. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા…. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે…. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર- પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થાય જ. આ અત્યંત માનવ સહજ છે. ગુજરાત સરકારે શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી… તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી ૧.૩૩ શ્રમિકોને વતન મોકલયા છે.
અમદાવાદના અમરાઈવાડીમાં રબારી વસાહત ખાતે રહેતા મુળ રાયબરેલીના વતની શ્રીમતી ક્રિશ્નાવતી કહે છે કે, “ અમે અહીં જ રહીએ છીએ.. નાનુ મોટુ કામ કરીએ છીએ…અમારુ વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારુ સર્વસ્વ છે. ગુજરાતે અમને ઘણુ આપ્યું છે….જો કે આવી પરિસ્થિતીમાં ઘર યાદ આવે છે એટલે જ જઈએ છીએ…જિલ્લા તંત્રએ અમને વતન જવા માટેની તમામ વ્યવસ્થા કરી છે…અમે તેનાથી સંતુષ્ટ છીએ… પણ હું એટલું ચોક્કસ કહીશ કે, અમે ગુજરાત પાછા આવીશુ જ…’