Western Times News

Gujarati News

વંદે ગુજરાત ચેનલ – ૧ પર કિશોરીઓ માટે “યોગ નું મહત્વ અને વેસ્ટમાંથી બેસ્ટ’ વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

જિલ્લાની તમામ કિશોરીઓને તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ પ્રદર્શિત થનાર આ કાર્યક્રમ નિહાળવા તંત્ર દ્વારા અનુરોધ  કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર દર સોમવારે બાળકો માટે પ્રસ્કૂલ શિક્ષણ કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓ  માટે સેટકોમ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે.

તા.૨૫/૦૮/૨૦૨૦ના રોજ બપોરે ૨-૦૦ થી ૩:૦૦ દરમ્યાન કિશોરીઓ માટેનો સેટકોમ કાર્યક્રમ પૂર્ણ દિવસની ઉજવણી અંતર્ગત આવનાર છે. જેમાં ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓમાં “યોગનું મહત્વ અને વેસ્ટમાંથી બેસ્ટ” વિષય પર માર્ગદર્શન રજૂ થનાર છે. તેથી તમામ કિશોરીઓને આ કાર્યક્રમ અવશ્ય નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

આ કાર્યક્રમ પૂર્ણ થયે કિશોરીઓ માટે ક્વિઝ રાખવામાં આવેલ છે. જેમાં ભાગ લઈ પ્રશ્નોના જવાબ કિશોરીઓ આપે તે જરૂરી છે. આ કાર્યકમનું જીવંત પ્રસારણ ટી.વી.માં વંદે ગુજરાત ચેનલ- ૧, મોબાઈલ જીઓ એપ મારફતે વંદે ગુજરાત ચેનલ-૧ તેમજ ફેસબુક પર નિહાળી શકાશે. જો કોઈ કારણોસર જીવંત પ્રસારણ નિહાળી ન શકયા હોય તેઓ યુ ટ્યૂબ ચેનલ WCD Gujarat પર અન્ય કોઈ પણ સમયે નિહાળી શકાશે તેમ પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ, સી.ડી.એસ. શાખા, અમદાવાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.