વંદે ગુજરાત ચેનલ – ૧ પર કિશોરીઓ માટે “ માસિક સ્ત્રાવ અને તે દરમ્યાનની વ્યકિતગત સ્વચ્છતા’’ વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
જિલ્લાની તમામ કિશોરીઓને તા.૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ પ્રદર્શિત થનાર આ કાર્યક્રમ નિહાળવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર દર સોમવારે બાળકો માટે પ્રસ્કૂલ શિક્ષણ કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે.
તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ બપોરે ૨-૦૦ થી ૩:૦૦ દરમ્યાન કિશોરીઓ માટેનો સેટકોમ કાર્યક્રમ પૂર્ણ દિવસની ઉજવણી અંતર્ગત આવ્યો હતો. જેમાં ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓમાં “માસિક સ્ત્રાવ અને તે દરમ્યાનની વ્યકતિગત સ્વચ્છતા’’ વિષય પર માર્ગદર્શન રજૂ થનાર છે. તેથી તમામ કિશોરીઓને આ કાર્યક્રમ અવશ્ય નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ પૂર્ણ થયે કિશોરીઓ માટે ક્વિઝ રાખવામાં આવી હતી.
જેમાં ભાગ લઈ પ્રશ્નોના જવાબ કિશોરીઓ આપે તે જરૂરી છે. આ કાર્યકમનું જીવંત પ્રસારણ ટી.વી.માં વંદે ગુજરાત ચેનલ- ૧, મોબાઈલ જીઓ એપ મારફતે વંદે ગુજરાત ચેનલ-૧ તેમજ ફેસબુક પર કરવામાં આવ્યુ તું. . જો કોઈ કારણોસર જીવંત પ્રસારણ નિહાળી ન શકયા હોય તેઓ યુ ટ્યૂબ ચેનલ WCD Gujarat પર અન્ય કોઈ પણ સમયે નિહાળી શકાશે તેમ પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ, સી.ડી.એસ. શાખા, અમદાવાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે. – મનીષા પ્રધાન