વંદે ભારતની ઝડપ વધતાં અમદાવાદથી મુંબઈ 4 કલાક 40 મિનીટમાં પહોંચી જવાશે
અમદાવાદ-મુંબઈ રૂટ પર ૧૬૦ કિમીની ઝડપે વધુ એક વંદે ભારત ટ્રેન દોડશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ થવાની શકયતાઓ જોવા મળી રહી છે. આવનારી ત્રીજી વંદે ભારત ટ્રેન ૧૬૦ની સ્પીડી દોડશે. આ ટ્રેનનું અંતીમ ટ્રાયલ પુર્ણ થયું હોવાનું પણ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આથી દેશની સૌથી ઝડપી દોડનારી આ નવી વંદે ભારત ટ્રેન આ રૂટ પર પ્રથમ જોવા મળી શકે છે.
હાલ અમદાવાદ-મુંબઈ રૂટ પર બે વંદે ભારત એકસપ્રેસ દોડી રહી છે.જે ૧૩૦ની સ્પીડ દોડે છે. જે પ્રારંભના સ્ટેશનથી અંતીમ સ્ટેશને પહોચવામાં પાંચ કલાક રપ મિનીટના સમય લે છે. નવી વંદે ભારતની સ્પીડ ૧૬૦ કિમી પ્રતી કલાકની સ્પીડથી દોડશે જે મુસાફરીના સમયમાં ૪પ મીનીટનો ઘટાડો કરશે.
સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવી વંદે ભારત ટ્રેન સ્પીડ, મુસાફરોની સુવિધાઓ અને સલામતી સુવિધાઓના સંદર્ભમાં અન્ય વંદે ભારત ટ્રેનો કરતાં વધુ સારી હશે. નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-કટરા સહીત અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલતી હાલની વંદે ભારત ટ્રેનોની તુલનામાં આ નવી વંદે ભારત ટ્રેનમાં એઅક નવા ફેરફારો કરવામાં આવ્યા છે.
અમદાવાદ-મુંબઈના રૂટ પર નવી વંદે ભારત ટ્રેન દોડાવવાથી મુસાફરોનો ૪પ મીનીટ જેટલો સમયમાં બચાવ થશે. હાલમાં આ રૂટ પર મુસાફરી કરવામાં અંદાજે પ કલાક અને રપ મીનીટનો સમય લાગી રહયો છે. આ અંગે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેકની પણ કામગીરી કરવામાં આવી હતી. ટુંક સમયમાં આ ટ્રેનની જાહેરાત થાય તેવી શકયતાઓ છે.