Western Times News

Gujarati News

વંશીય ટિપ્પણો અત્યંત આઘાતજનક : વિરાટ કોહલી

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સિડનીમાં ભારતીય ખેલાડીઓ પર થયેલી વંશીય ટિપ્પણી અંગે નારાજગી વ્યક્ત કરી છે. સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતીય બોલર્સ મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ સામે વંશીય ટિપ્પણીઓ કરી હતી.

જેને લઈને ભારતીય કેપ્ટન કોહલી ભડક્યો છે અને તેણે કહ્યું છે કે આવી ઘટનાઓને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ ઉપરાતં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ રોષે ભરાયું છે અને કહ્યું છે કે આવું વર્તન ક્યારેય ચલાવી લેવાય નહીં. વિરાટ કોહલીએ ટિ્‌વટ કરીને આ ઘટના સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેણે ટિ્‌વટ કર્યું હતું કે, વંશીય ભેદભાવ ક્યારેય ચલાવી લેવાય નહીં.

બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ દરમિયાન હું આવી ઘણી ઘટનાઓમાંથી પસાર થઈ ચૂક્યું છે અને ઉદ્ધત વર્તનની પરાકાષ્ઠા છે. મેદાનમાં આવું બને છે તે ઘણું દુઃખદ છે. અન્ય એક ટિ્‌વટમાં તેણે લખ્યું હતું કે, આવ ઘટનાને તાકીદે હાથ પર લેવી જાેઈએ અને જે લોકોએ આવું કર્યું છે તેમની સામે અત્યંત કડક પગલા લેવા જાેઈએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ આ ઘટના સામે રોષ વ્યક્ત કર્યો છે.

બીસીસીઆઈ સચિવ જય શાહે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, આપણી આ રમત અને સમાજમાં વંશીય ભેદભાવને કોઈ સ્થાન નથી. મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બંને સાથે છે. આવા ભેદભાવપૂર્ણ વર્તનને ક્યારેય ચલાવી લેવાશે નહીં.

બીસીસીઆઈના એક સૂત્રએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, સિરાજને બ્રાઉન ડોગ અને બિગ મંકી કહીને તેની સામે વંશીય ટિપ્પણી કરી હતી. આ ઘટનાને તાત્કાલિક ફિલ્ડ અમ્પાયર્સના ધ્યાન પર લાવવામાં આવી હતી. પ્રેક્ષકો સતત બુમરાહને પણ ગાળો આપી રહ્યા હતા. શનિવારે પણ પ્રેક્ષકોએ સિરાજ અને જસપ્રિત બુમરાહ સામે વંશીય ટિપ્પણી કરી હતી.

બાદમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે આઈસીસી મેચ રેફરી ડેવિડ બૂનને સત્તાવાર ફરિયાદ કરી હતી. રવિવારે ઓસ્ટ્રેલિયાના બીજા દાવની ૮૬મી ઓવર દરમિયાન ડીપ મિડવિકેટ ઉભેલો સિરાજ પોતાનું સ્થાન છોડીને આવ્યો હતો અને તેણે સ્ક્વેર લેગ અમ્પાયર સાથે વાચતીત કરી હતી. ત્યારબાદ સ્ટ્રેઈટ અમ્પાયર અને સિનિયર ખેલાડીઓ પણ ચર્ચામાં જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.