મહિલા વકીલને કાર પાર્કિંગ પેટે ૯૧૦૦૦ ચૂકવવા આદેશ
ગાંધીનગર, એક મહિલા વકીલને પોતાની કાર ૯૧૦ દિવસ સુધીમાં ના લઈ જવા બદલ દિવસના ૧૦૦ રુપિયા લેખે ૯૧,૦૦૦ રુપિયા ચૂકવવાનો આદેશ ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. કારના રિપેરિંગ બાબતે માલિક અને વર્કશોપ વચ્ચે ડખો થયા બાદ કાર ૯૧૦ દિવસ સુધી વર્કશોપમાં પડી રહી હતી.
વકીલ સોના સાગરે ૭ જૂન ૨૦૧૮માં હરસોલિયા બ્રદર્સ વર્કશોપમાં પોતાની ટાટા નેનો કાર રિપેરિંગમાં મૂકી હતી અને આ પછી રિપેરિંગની કિંમત બાબતે વાંધો ઉઠતા કાર ત્યાંની ત્યાં જ રાખવામાં આવી હતી. કાર રિપેર થયાના અઠવાડિયા પછી વર્કશોપ દ્વારા સોનાને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે તમારી કાર રિપેર થઈ ગઈ છે અને તેના માટે તમારે ૯,૯૦૦ રુપિયા ચૂકવવાના છે. આ પછી સોનાએ ફરિયાદ કરી કે તેની કારમાંથી કેટલાક પાર્ટ્સ ગાયબ છે અને એસી તથા મ્યુઝિક સિસ્ટમને નુકસાન થયું છે. આ પછી તેમણે બીલ ના ભર્યું અને પોતાની કાર ત્યાં જ છોડી દીધી.
વર્ષ ૨૦૧૯માં વકીલ સોનાએ પોતાની કાર મામલે જે વાંધો થયો હતો તે અંગે જિલ્લા કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી અને પોતાની કાર સંપૂર્ણ રીતે રિપેર કરી પરત આપવામાં આવે. બીજી તરફ વર્કશોપ દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે તેમને ૫૮ ઈ-મેઈલ કરવામાં આવ્યા છે અને નોટિસ પણ મોકલવામાં આવી છે કે, તેઓ પોતાની કાર લઈ જાય અને રિપેરિંગનો ખર્ચ ચૂકવી દે. જાેકે, તેમણે ૨ વર્ષથી કોઈ જવાબ આપ્યો નથી.
બીજી તરફ વર્કશોપે પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે, સોના સાગરે પોતાની કાર અહીં મૂકી રાખી છે તે માટે તેમણે દિવસના ૧૦૦ રુપિયા લેખે ૯૧૦ દિવસનો પાર્કિંગ ચાર્જ ભરવો પડશે. આ પછી ૨૦૨૦માં વકીલ સોનાએ એક અન્ય ફરિયાદ કરી જેમાં ૬ વખત પોતાની કાર પરત કરવા માટે જણાવ્યું આમ છતાં વર્કશોપ દ્વારા મારી કાર પરત આપવામાં આવી નથી.
એક નવી ફરિયાદની સામે વર્કશોપ દ્વારા જણાવ્યું કે, આ એવો કેસ છે કે જ્યાં મહિલા વકીલ હોવાના કારણે એક પણ રુપિયો ચૂકવ્યા વગર જ પોતાની કાર રિપેર કરાવવા માટે મજબૂર કરી રહ્યા છે. જાેકે સામેના પક્ષ દ્વારા આ સહન કરવામાં નથી આવી રહ્યું.
આ સાથે માંગ કરવામાં આવી કે વકીલો માટે એક ઉદાહરણ પૂરું પાડવા માટે વકીલને આ પ્રકારના વ્યવહાર માટે દંડ કરવો જાેઈએ.
આ કેસની સુનાવણી કરીને કમિશન કોરમના સભ્ય ડીટી સોની અને જેપી જાેશીએ જણાવ્યું કે વકીલે સૌથી પહેલા રિપેરિંગનો ખર્ચ ચુકવવો જાેઈતો હતો. તેઓ ખર્ચ નથી ચુકવતા તો ગ્રાહક ના માની શકાય. આગળ એ પણ કહેવામાં આવ્યું કે, કાર બે વર્ષથી પડી રહી છે જેના કારણે તેની કન્ડિશન ખરાબ થઈ ગઈ છે. જાેકે, વરસોલિયા બ્રધર્સ દ્વારા સારો વિશ્વાસ દર્શાવ્યો, પરંતુ આ દુર્ભાગ્ય છે. આ સાથે કન્ઝ્યુમર કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, વકીલે કાર નહોતી લીધી તે માટે તેમણે એક દિવસના ૧૦૦ રુપિયા લેખે ચાર્જ ભરવો પડશે અને તેમના પર ૩,૫૦૦નો ખર્ચ નાખવામાં આવ્યો છે.SSS